Home /News /national-international /

મોદીએ માગ્યા આર્શીવાદ, મારાથી કોઇ ભૂલ ન થાય કે દેશનું કોઇ અહિત ન થાય

મોદીએ માગ્યા આર્શીવાદ, મારાથી કોઇ ભૂલ ન થાય કે દેશનું કોઇ અહિત ન થાય

આજે હું શાંઘાઇમાં પણ મિની હિન્દુસ્તાન જોઇ રહ્યો છું, જનતા જનાર્દન એ ઇશ્વરનું રૂપ હોય છે અને એટલે જ આપ સૌના આર્શીવાદ ઇચ્છી રહ્યો છું. આમ મને હાથ ઉંચા કરીને આર્શીવાદ આપો કે મારાથી કોઇ ભૂલ ન થાય કે જાણતા અજાણતા પણ દેશનું કોઇ અહિત ન થાય.

આજે હું શાંઘાઇમાં પણ મિની હિન્દુસ્તાન જોઇ રહ્યો છું, જનતા જનાર્દન એ ઇશ્વરનું રૂપ હોય છે અને એટલે જ આપ સૌના આર્શીવાદ ઇચ્છી રહ્યો છું. આમ મને હાથ ઉંચા કરીને આર્શીવાદ આપો કે મારાથી કોઇ ભૂલ ન થાય કે જાણતા અજાણતા પણ દેશનું કોઇ અહિત ન થાય.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
શાંઘાઇ # આજે હું શાંઘાઇમાં પણ મિની હિન્દુસ્તાન જોઇ રહ્યો છું, જનતા જનાર્દન એ ઇશ્વરનું રૂપ હોય છે અને એટલે જ આપ સૌના આર્શીવાદ ઇચ્છી રહ્યો છું. આમ મને હાથ ઉંચા કરીને આર્શીવાદ આપો કે મારાથી કોઇ ભૂલ ન થાય કે જાણતા અજાણતા પણ દેશનું કોઇ અહિત ન થાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના પ્રવાસના અંતિમ દિવસે શાંઘાઇમાં ભારતીય સુમદાયને સંબોધતાં ઉપસ્થિત ભારતીયોના આર્શીવાદ માંગ્યા હતા.  ડાર્ક કલરના શૂટમાં સજ્જ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતા પીએમ નરેન્દ્ર મોદીએ અહીં ભારતીય સમુદાયને સંબોધવા સ્ટેજ પર આવતાં જ મોદી મોદીના નારા ગૂંજી ઉઠ્યા હતા.

અહીં પણ મોદીએ પોતાની આગવી સ્ટાઇલનો પરચો કરાવ્યો હતો. જનતા જર્નાદનને ઇશ્વરનું રૂપ બતાવતાં ગત લોકસભાની ચૂંટણીની યાદ તાજી કરી હતી. ગત વર્ષે 16મી મેએ આવેલા ચૂંટણીના પરિણામોને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે, આજે હિન્દુસ્તાનમાં આશ્વર્યની ઘટના હશે કે ચીનમાં વક્ત કેવી રીતે બદલાઇ શકે છે. આજે દુનિયા જોઇ રહી છે.

આજે 16મી મે છે. ઠીક એક વર્ષ પહેલા આ દિવસે તમે સૌથી વધુ પરેશાન થયા હતા. જ્યારે દેશમાં બધા સુતેલા હતા. તમે પુછવાનું શરૂ કર્યું હતું કે પરિણામ શું આવ્યું, તમે વ્યાકુળ હતા કે હિન્દુસ્તાનમાં જલ્દી સુરજ ઉઘી જાય, ખબર હતી કે અઢી કલાકનો તફાવત છે. છતાં તમે તૈયાર થઇ ગયા હતા. જે સ્થિતિમાં દેશમાં ચૂંટણી થઇ હતી,

એક વર્ષ પહેલા દેશમાં એક જ સૂર હતો..દુખ ભરે દિન બીતે રે ભૈયા...તમે તો વિદેશમાં હતા, કેવો સમય વીત્યો હતો. અરે ઇન્ડિયાથી છે? કોઇ પુછવા પણ તૈયાર ન હતું ? હવે એક વર્ષમાં બધુ બદલાઇ રહ્યું છે. તમને સૌ ઉંચી નજરથી જોવે છે કે નહીં ? સમય બદલાઇ રહ્યો છે. ભારતીયોને હવે સારી રીતે જોવામાં આવી રહ્યા છે.

જનતાને કોટી કોટી વંદન

જનતા જનાર્દનએ ઇશ્વરનું રૂપ છે. હિન્દુસ્તાનના કોટી કોટી જનસુમદાયે એક સામુહિક સંકલ્પ શક્તિનો પરચો આપ્યો. સવાસો કરોડ લોકોએ પોતાના અંગત હિતોને છોડીને બટન દબાવીને દેશનું ભાગ્ય બનાવ્યું. આજની ઘડીએ જનતા જર્નાદનને કોટી કોટી વંદન કરૂ છું.

દુનિયા ભારતને જોઇ રહી છે

પીએમ મોદીએ ભારતને વિકસીત દેશોમાં સૌથી મોખરે હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, મારી ચીનની આ યાત્રાને એક અલગરૂપથી જોવામાં આવી રહી છે. આજે દુનિયા ભારતને જોઇ રહી છે, દેશના યુવાધનમાં ઘણી ટેલેન્ટ છે. માર્સ મિશન હોય કે કોમ્પ્યુટર ક્ષેત્ર હોય. બધે જ ભારતની ડિમાન્ડ ખુલી રહી છે.

વર્ષ 2016 ચીન આવશે ભારત

ત્રણ દિવસની ચીનની યાત્રા દરમિયાન ચીનની કંપનીઓ સાથે થયેલા 22 અબજ ડોલરના વેપારી કરારોને પગલે મોદીએ ભારતીય સમુદાયને કહ્યું હતું કે, આજે ભારત ચીન આવ્યું છે, પરંતુ આવતું વર્ષ 2016 ચીન ભારત આવશે.

ભારતની ઓળખ કરાવવા અપીલ

ચીનમાં રહેલા ભારતીય સમુદાયને અપીલ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે તમે પણ દેશના વિકાસમાં મહત્વનો રોલ અદા કરી શકો છો. ભારતમાં પ્રવાસન ક્ષેત્રે ઘણી તકો રહેલી છે. આ માટે તમારે અહીંના પાંચ ચીની મિત્રોને ભારત આવવા માટે રાજી કરો, ભારતીય સંસ્કૃતિનો એમને પરચો કરાવો.

બાયોડેટા જોઇ કોઇ મને પીએમ બનાવે

પીએમ મોદીએ ભારતીય સંવિધાન અને જનતાની શક્તિનો પરચો સમજાવતાં કહ્યું હતું કે, શું તમે માનો છો કે મારો બાયોડેટા જોઇ મને કોઇ પ્રધાનમંત્રી બનાવે? પણ આ જનતા જર્નાદનની શક્તિ અને આપણા બંધારણની તાકાત છે કે કોઇ ગરીબ માતાનો પુત્ર પણ પ્રધાનમંત્રી બની શકે એમ છે.
First published:

Tags: દેશ વિદેશ, નરેન્દ્ર મોદી, મોદી ચીન પ્રવાસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन