Home /News /national-international /

corona વિરુદ્ધ કોઈ મોટુ પગલું ભરવાની તૈયારીમાં PM Modi! મનમોહન, સોનિયા સહિતના નેતાઓને કર્યો ફોન

corona વિરુદ્ધ કોઈ મોટુ પગલું ભરવાની તૈયારીમાં PM Modi! મનમોહન, સોનિયા સહિતના નેતાઓને કર્યો ફોન

PM MODI LIVE : દેશના અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા દેશની જીડીપીના 10 ટકાનું આર્થિક પેકેજ જાહેર

પીએમ મોદીએ સોનિયા ગાંધી, મુલાયમસિંહ યાદવ, અખિલેશ યાદવ, મમતા બેનરજી, નવીન પટનાયક સહિત તમામ વિપક્ષ દળના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી

    નવી દિલ્હી: કોરોના વાયરસનું સંક્રમણ દેશભરમાં સળંગ વધતુ જઈ રહ્યું છે. એવામાં તેને રોકવા માટે પીએમ નરેન્દ્રમોદી સળંગ પ્રભાવી પગલા ભરી રહ્યા છે. આખરે કોરોના વિરુદ્ધ લડાઈને હજુ કેવી રીતે મજબુત કરી શકાય આ મામલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, સહિત વિપક્ષના અનેક નેતાઓ સાથે પણ વાતચીત કરી છે. જેમાં સોનિયા ગાંધી, મમતા બેનરજી પણ સામેલ છે. પ્રધાનમંત્રી મોદી આ લડાઈમાં તમામ રાજનૈતિક દળ અને સમાજના દરેક વર્ગને એક મંચ પર લાવવા કોશિસ કરી રહ્યા છે.

    કેટલાએ મોટા નેતાઓ સાથે વાતચીત

    સૂત્રો અનુસાર, પીએમએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે વાતચીત કરી. આ સિવાય તેમણે પૂર્વ પીએમ ડોક્ટર મનમોહનસિંહ, પ્રતિભા પાટિલ, સોનિયા ગાંધી, મુલાયમસિંહ યાદવ, અખિલેશ યાદવ, મમતા બેનરજી, નવીન પટનાયક સહિત તમામ વિપક્ષ દળના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી છે.

    આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

    સૂત્રો અનુસાર, વાતચીત દરમિયાન પીએમએ કોરોના વાયરસથી બચવા માટે ઉઠાવેલા પગલા પર ચર્ચા કરી. સાથે તેમણે આ ગંભીર મામલા પર નેતાઓની સલાહ માંગી. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ કોરોનાના સંક્રમણથી દેશને બચાવવા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. બીજેપીના તમામ નેતા કહી રહ્યા છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ આ વાયરસથી બચવા માટેનું હાલમાં સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.

    ખેલાડીઓ સાથે પણ કરી હતી વાત

    ગત શુક્રવારે વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને પણ કોરોના વાયરસ વિરુદ્ધ જંગ માટે પાંચ એસ એટલે કે સંકલ્પ, સંયમ, સકારાત્મકતા, સન્માન અને સહયોગનો મંત્ર આપ્યો હતો. પીએમ મોદીએ આ વીડિયો કોન્ફરન્સમાં કેટલાક મોટા ક્રિકેટર, જેમાં સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી, સિવાય મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, જાહિર ખાન, યુવરાજ સિંહ અને કેએલ રાહુલ પણ સામેલ હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Corona in india, Corona lock down, Coronavirus

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन