Home /News /national-international /મોદી મંત્રીમંડળ વિસ્તાર : કોણ-કોણ બની રહ્યા છે મંત્રી, જુઓ કન્ફર્મ લિસ્ટ

મોદી મંત્રીમંડળ વિસ્તાર : કોણ-કોણ બની રહ્યા છે મંત્રી, જુઓ કન્ફર્મ લિસ્ટ

મંત્રીમંડળમાં સામેલ થનાર નેતાઓની યાદીમાં સૌથી પ્રથમ નામ નારાયણ રાણેનું છે

મંત્રીમંડળમાં સામેલ થનાર નેતાઓની યાદીમાં સૌથી પ્રથમ નામ નારાયણ રાણેનું છે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં થનાર વિસ્તારમાં (PM Narendra Modi Cabinet Expansion)આજે કુલ 43 મંત્રી શપથ લેશે. જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજીવ ચંદ્રેશેખર જેવા દિગ્ગજ મંત્રી પણ શપથ લેશે. મંત્રીમંડળમાં સામેલ થનાર નેતાઓની યાદીમાં સૌથી પ્રથમ નામ નારાયણ રાણેનું છે. તેમના સિવાય આસમના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, પશુપતિ કુમાર પારસ, ટીકમગઢના સાંસદ ડૉ. વીરેન્દ્ર કુમાર ખટીક, જેડીયુના રામચંદ્ર પ્રસાદ સિંહ, મીનાક્ષી લેખી, અશ્વિની વૈષ્ણવ, બિહારથી સાંસદ રાજ કુમાર સિંહ, અપના દલના અનુપ્રિયા પટેલ સામેલ થશે.

કેબિનેટમાં પહેલા જ સામેલ રહેલા મંત્રી કિરણ રિજિજૂ, હરદીપ સિંહ પૂરી, જી કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુર, ભૂપેન્દ્ર યાદવનું નામ પણ આ યાદીમાં સામેલ છે. એવું કહેવામાં આવે છે કે આ નેતાઓનું પ્રમોશન થઇ શકે છે. પ્રધાનમંત્રીએ આ કેબિનેટ વિસ્તારમાં આગામી રાજ્યોમાં થનાર ચૂંટણીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આવામાં ઉત્તર પ્રદેશથી અનુપ્રિયા પટેલ, કૌશલ કિશોર, બીએલ શર્મા, સત્યપાલ સિંહ બધેલ જેવા નેતાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આ સિવાય ઉત્તરાખંડથી અજય ભટ્ટનો પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો - PMના આ ફોટોએ કરી દીધો ઇશારો, સિંધિયા, સોનોવાલ અને રાણેને મળી શકે છે મોટી જવાબદારી

આવો જોઈએ કોણ-કોણ લેશે મંત્રી પદના શપથ



કેન્દ્રીય મંત્રીપરિષદમાં બુધવારની સાંજે થનાર ફેરબદલ અને વિસ્તાર પહેલા કેટલાક મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા છે. જેમાં કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank), શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગવાર (Santosh Kumar Gangwar), મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી દેબશ્રી ચૌધરી પ્રમુખ છે.
" isDesktop="true" id="1112155" >

આ સાથે સદાનંદ ગૌડા, રતન લાલ કટારીયા, બાબુલ સુપ્રિયોએ પણ રાજીનામું આપ્યું છે. કેબિનેટ વિસ્તારથી પહેલા મોદી સરકારના 11 મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જેમાં સંજય ધોત્રે, થારવરચંદ ગેહલોત અને રાવ સાહબ પાટિલ પણ સામેલ છે. આ સાથે પ્રતાપ સારંગી અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પણ રાજીનામું આપ્યું છે.
First published:

Tags: Minister list, Modi cabinet latest news, Modi cabinet reshuffle, Narendra Modi Cabinet, PM Narendra Modi Cabinet Expansion