ધર્મેન્દ્ર પ્રધાન નવા શિક્ષા મંત્રી, અશ્વિની વૈષ્ણવ બન્યા રેલ મંત્રી, જાણો કોને મળ્યું કયું ખાતું

જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા

જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટનો વિસ્તાર (PM Narendra Modi Cabinet Expansion) સંપન્ન થયો છે. 2019માં પ્રધાનમંત્રી પદભાર ગ્રહણ કર્યા પછી પ્રથમ વખત થયેલા ફેરફારમાં 43 નેતાઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. મંત્રીઓના શપથ ગ્રહણ પછી મંત્રાલયોના કામની વહેંચણી પણ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી પોતે વિજ્ઞાન અને પ્રોદ્યોગિક મંત્રાલયનું કામ જોશે. જ્યારે અમિત શાહને ગૃહ મંત્રાલયની સાથે-સાથે મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશનનો પ્રભાર પણ આપવામાં આવ્યો છે. સ્મૃતિ ઇરાનીને મહિલા અને બાળ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. પીયુષ ગોયલને ટેક્સટાઇલ અને ફૂડ, કન્ફ્યૂમર અફેર્સ મંત્રાલયનો પ્રભાર આપવામાં આવ્યો છે. રમેશ પોખરિયાલ નિશંકના સ્થાને ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય અને કેમિકલ ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રી આપવામાં આવી છે.

    નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે કાર્ય કરી રહેલા હરદીપ સિંહ પૂરીને શહેરી અને નગર વિકાસ મંત્રાલયની સાથે સાથે પેટ્રોલિયમ મંત્રાલયનો પ્રભાર આપવામાં આવ્યો છે. અનુરાગ ઠાકુરને સૂચના અને પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર આપવામાં આવ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવને રેલવે અને આઈટી સંચાર મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. ગિરિરાજ સિંહને ગ્રામીણ વિકાસ મંત્રાલય અને પશુપતિ કુમાર પારસને ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રીની જવાબદારી આપવામાં આવી છે.

    આ પણ વાંચો - ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર : PM મોદીના મંત્રીમંડળ વિસ્તારમાં જોવા મળી ચૂંટણીની તૈયારી

    સર્વાનંદ સોનોવાલને બંદરગાહ, નૌવહન, જલમાર્ગ મંત્રાલય અને આયુષ મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર યાદવને શ્રમ અને પર્યાવરણ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. કિરણ રિજિજુને કાનૂન મંત્રાલયની સાથે સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.

    પુરુષોત્તમ રૂપાલાને ડેરિ અને મત્સ્ય વિકાસ મંત્રાલયનો પ્રભાર આપવામાં આવ્યો છે. મીનાક્ષી લેખીને વિદેશ રાજ્ય મંત્રીની જવાબદારી આપવામાં આવી છે. નારાયણ રાણેને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published: