Home /News /national-international /મોટા સમાચાર: મોદી કેબિનેટમાં UPI ટ્રાંજેક્શન અને મફત રાશન યોજના માટે લેવાયા આ નિર્ણય
મોટા સમાચાર: મોદી કેબિનેટમાં UPI ટ્રાંજેક્શન અને મફત રાશન યોજના માટે લેવાયા આ નિર્ણય
modi cabinet
મોદી કેબિનેટે ઓછી રકમના ડિજિટલ ટ્રાંજેક્શન માટે 2600 કરોડ રૂપિયાના પ્રોત્સાહન રાશિની મંજૂરી આપી છે. BHIM UPI થી ટ્રાંજેક્શન પર ઈંસેંટિવ મળશે. સાથે જ કેબિનેટે ત્રણ મલ્ટી લેવલ કોઓપરેટિવ સોસાયટી બનાવાનો પણ નિર્ણય લીધો છે.
Modi Cabinet Decision: મોદી કેબિનેટે ઓછી રકમના ડિજિટલ ટ્રાંજેક્શન માટે 2600 કરોડ રૂપિયાના પ્રોત્સાહન રાશિની મંજૂરી આપી છે. BHIM UPI થી ટ્રાંજેક્શન પર ઈંસેંટિવ મળશે. સાથે જ કેબિનેટે ત્રણ મલ્ટી લેવલ કોઓપરેટિવ સોસાયટી બનાવાનો પણ નિર્ણય લીધો છે.
સાથે જ મોદી કેબિનેટે પીએમ મફત અનાજ યોજનાનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. હવેથી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમનું નામ હશે. પાછલી કેબિનેટમાં મફત અનાજ યોજનાને એક વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે. ગત 23 ડિસેમ્બરે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ ખાદ્ય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવશે.
અન્ન યોજનાનો ગાળો 31 ડિસેમ્બરે ખતમ થઈ રહ્યો હતો. કોવિડ 19 મહામારી દરમિયાન ગરીબોને મફત અનાજ વહેંચવાની શરુઆત એપ્રિલ 2020માં થઈ હતી. તેને એક વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર