30 લાખ સરકારી કર્મચારીઓને મળશે દિવાળી બોનસ, સરકારે 3,737 કરોડ રૂપિયાની ચૂકવણીને આપી મંજૂરી

News18 Gujarati
Updated: October 21, 2020, 11:29 PM IST
30 લાખ સરકારી કર્મચારીઓને મળશે દિવાળી બોનસ, સરકારે 3,737 કરોડ રૂપિયાની ચૂકવણીને આપી મંજૂરી
પ્રતિકાત્મક તસવીર

Government Employee Bonus 2020: કેન્દ્ર સરકારની 30 લાખ કર્મચારીઓને દિવાળી ભેટ, 2019-20 માટે પ્રોડક્ટિવિટી સાથે જોડાયેલું બોનસ અને નૉન-પ્રોડક્ટિવિટી બોનસને કેબિનેટે મંજૂરી આપી દીધી.

  • Share this:
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક (Cabinet Meeting Decision)માં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. કેબિનેટે 30 લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ (Government Employee Bonus) આપવાની જાહેરાત કરી છે. કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા કર્મચારીઓના ખાતામાં જ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે દશેરા કે દુર્ગા પૂજા પહેલા 30 લાખ કેન્દ્રીય કર્મચારીઓને રૂપિયા 3,737 કરોડ બોનસ તરીકે ચૂકવવામાં આવશે.

30 લાખ સરકારી કર્મચારીઓના ખાતામાં પહોંચશે 3,737 કરોડ: પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોડક્ટિવિટી સાથે જોડાયેલું બોનસ અને નૉન-પ્રોડક્ટિવિટી બોનસને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના આવા નિર્ણયથી સરકારના 30 લાખથી વધારે કર્મચારીઓને ફાયદો થશે. જેનાથી દેશની તિજોરી પર 3,737 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

ગત અઠવાડિયે નાણા મંત્રી નિર્મલા સિતારમણે સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી હતી. જેના દ્વારા કર્મચારીઓ એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઈ શકે છે.

નોંધનીય છે કે કોવિડ 19ની અર્થવ્યવસ્થા પર પડેલા પ્રભાવને જોતા નાણા મંત્રી સીતારમણે સ્પેશિયલ કેશ સ્કીમની પણ જાહેરાત કરી હતી. જેનો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે. આ સ્કીમમાં એલટીએના બદલામાં કર્મચારીઓને કેશ વાઉચર મળશે.

જોકે, આનો ઉપયોગ 31 માર્ચ, 2021 પહેલા કરવાનો રહેશે. જોકે, આ સુવિધા લેવા માટે સકરારની અમુક શરતો પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી પ્રવાસનને વેગ મળશે.

આ પણ વાંચો: કચ્છ હત્યાંકાડ: આરોપીએ પહેલા પત્નીને ઝેર પીવડાવ્યું, બાદમાં ત્રણ માસૂમ દીકરીઓની હત્યા કરી નાખીનાણા મંત્રીએ માંગ વધારવા માટે બે પ્રકારના પ્રસ્તાવ રજૂ કર્યાં:

1) LTA કેશ વાઉચર સ્કીમ (LTC Cash Voucher Scheme)
2) સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ (Special Festival Advance Scheme)

કોને લાભ મળશે?

નાણા મંત્રીએ જણાવ્યું કે કેન્દ્રીય કર્મચારીઓ આ સ્કીમને લાભ લઈ શકશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ પ્રસ્તાવ સ્વીકાર કરશે તો તેના કર્મચારીઓ પણ આ લાભ લઈ શકશે.

પૈસા કેવી રીતે મળશે?

નાણા મંત્રીએ જણાવ્યું કે આ સ્કીમનો લાભ લેવા માટે કર્મચારીને પ્રી-પેડ કાર્ડ મળશે. એટલે કે તેમાં પહેલાથી જ રિચાર્જ હશે. જેમાં 10 હજાર રૂપિયા મળશે. આ સાથે જ તેના પર લાગતા તમામ ચાર્જ પણ સરકાર ભોગવશે.

પૈસા કેવી રીતે ચૂકવવાના રહેશે?

એડવાન્સમાં લીધેલી રકમ કર્મચારી 10 મહિનામાં ચૂકવી શકે છે. એટલે કે દર મહિને એક હજાર રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ જુઓ-

સરકાર કેટલો ખર્ચ કરશે?

નાણા મંત્રીએ કહ્યું કે, આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર કર્મચારીઓ પર 4,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. જો, રાજ્ય સરકાર પણ આને લાગૂ કરે છે તો આઠ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.
Published by: Vinod Zankhaliya
First published: October 21, 2020, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading