Home /News /national-international /મોદી કેબિનેટ 2.0 ત્રણ રાજ્યોમાંથી 13 મંત્રીઓની પસંદગી કરવા પાછળ આ છે ખાસ પ્લાન

મોદી કેબિનેટ 2.0 ત્રણ રાજ્યોમાંથી 13 મંત્રીઓની પસંદગી કરવા પાછળ આ છે ખાસ પ્લાન

મોદી કેબિનેટ 2.0

પીએમ મોદીએ મોદી કેબિનેટ 2.0 પસંદ કરવામાં ખૂબ જ કાળજી રાખી છે. પીએમ મોદીએ અને ભાજપના પ્રમુખ અમિત શાહ વચ્ચે ખાનગી બેઠકમાં કલાકો ચર્ચા થઈ હતી. જાણો શુ છે કારણ?

ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ રાષ્ટ્રીયન જનતાંત્રીક ગઠબંદન એનડીએને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોઈ પણ સાંસદ મંત્રી પદ માટે કોઈ પ્રયાસ ન કરે. ત્યારબાદ અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે 5 કલાકની ચર્ચાના અંતે મંત્રી મંડળની પસંદગી કરવામાં આવી હતી. કેબિનેટના નામોને જોઈને ખ્યાલ આવે છે કે મોદી-શાહની જોડીએ આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ જ કારણ છે કે ગત કેબિનેટમાંથી 37 ચહેરાઓની બાદબાકી કરવામાં આવી છે અને નવી કેબિનેટમાં 22 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ પોતાની કેબિનેટમાં 57 મંત્રીઓ પસંદ કર્યા છે. આ મંત્રીઓમાંથી ચોથા ભાગના એટલે 13 મંત્રીઓ મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણામાંથી પસંદ કર્યા છે.

આ પણ વાંચો : સેનાનું આધુનિકરણ અને સ્વદેશી હથિયાર, રાજનાથ સામે છે આ 6 પડકાર

આ રાજ્યોમાંથી જ કેમ પસંદ કર્યા?
મોદી શાહ વચ્ચે 5 કલાકની મેરેથોન મીટિંગ યોજાઈ અને ટીમ મોદી તૈયાર કરવામાં આવી હતી. હકીકતમાં ભાજપે અત્યારથી આગામી વિધાનસભાની ચૂંટણીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશના 9 મંત્રીઓને બાદ કરતા ભાજપે સૌથી વધુ 7 મંત્રીઓની પસંદગી મહારાષ્ટ્રમાંથી કરી છે. ત્યાર બાજ ઝારખંડ અને હરિયાણાને પણ કેબિનેટમાં મહત્ત્વ આપ્યું છે. ભાજપ કોઈ પણ ભોગે આ રાજ્યોને ગુમાવવા માંગતું નથી.

મહારાષ્ટ્રના મંત્રીઓ
મહારાષ્ટ્રમાંથી એનડીએ વતી મોદી કેબિનેટમાં નીતિન ગડકરી, પિયૂષ ગોયલ, અરવિંદ સાવંત, રાવસાહેબ દાનવે, રામદાસ અઠાવલે, સંજય ધોત્રે, વી.મુરલીધરન, પ્રકાશ જાવડેકરની પસંદગી કરી છે.

મોદી કેબિનેટ 2.0


આ પણ વાંચો : કોંગ્રેસ માટે સારા સમાચાર,કર્ણાટક નગર નિગમની ચૂંટણીમાં 500 બેઠકો પર જીત

હરિયાણાની કડી
મોદી સરકારે હરિયાણામાંથી રાવ ઇંદ્રજીત સિંહ, રતનલાલ કટારિયા, કૃષ્ણપાલ ગુર્જરની પસંદગી કરી છે. 10 લોકસભા બેઠક ધરવતા હરિયાણમાં ભાજપની ક્લિન સ્વીપ છે. આ વર્ષે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે મોદી સરકાર સહેજ પણ કચાસ રાખવા માંગતી નથી.

ઝારખંડમાં આદિવાસી- અન્યોને તક
ઝારખંડની રાજનીતિમાં આદિવાસી અને અન્ય બંને સરખો ભાગ ભજવે છે. ભાજપે 2014માં ચૂંટણી જીતી અને રઘુવર દાસને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ભાજપે ચૂંટણી જીતી બિન આદિવાસીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે ચૂંટણીના વર્ષે ભાજપે આ રાજ્યમાં પૂર્વ સીએમ અને આદિવાસી નેતા અર્જુન મુંડાને કેબિનેટમાં સ્થાન આપ્યું છે જ્યારે મુખ્તાર અબ્બાસ નક્વીને પણ કેબિનેટમાં સ્થાન આપ્યું છે.
First published:

Tags: Devendra Fadnavis, Manohar lal khattar, Modi Sarkar 2.0, નરેન્દ્ર મોદી, પીએમ નરેન્દ્ર મોદી