મોદીની દરેક બીજેપી MPને 3 લાખ 'જેન્યુઇન' Facebook લાઇક્સ લાવવા સૂચના!

મોદીની દરેક બીજેપી MPને 3 લાખ 'જેન્યુઇન' Facebook લાઇક્સ લાવવા સૂચના!

 • Share this:
  વિશ્વના પ્રસિદ્ધ નેતાઓના ટ્વિટર હેન્ડલ્સ પર પણ ફેક ફોલોઅર્સ હોવાના રિપોર્ટ બાદ નરેન્દ્ર મોદીએ પક્ષના સાંસદોને કહ્યું છે કે તેઓ પોતાના ફેસબુક પર ઓછામાં ઓછા ત્રણ લાખ જેટલા 'જેન્યુઇન' (સાચા કે વાસ્તવિક) યુઝર્સના લાઇક્સ મેળવે. જોકે, બાદમાં ટ્વિટરે ખુલાસો કર્યો હતો કે ફેક ફોલોઅર્સ અંગેનો રિપોર્ટ ખામી ભરેલો છે.

  નવી દિલ્હી ખાતે શુક્રવારે સાંજે પાર્ટીના નવા હેડક્વાર્ટર ખાતે યોજાયેલી ડિનર પાર્ટીમાં તમામ બીજેપી સાંસદોને આ પ્રકારની સૂચના આપવામાં આવી હતી. આ ડિનરની અધ્યક્ષતા પીએમ નરેન્દ્ર મોદી અને પાર્ટી પ્રમુખ અમિત શાહે કરી હતી.


  હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, બીજેપીના ત્રણ જેટલા નેતાઓએ તેના રિપોર્ટરને આ અંગેની માહિતી આપી હતી. લિડર્સે એવું પણ કહ્યું હતું કે મોદીએ સાંસદોને એવી પણ ઓફર કરી છે કે જો તેઓ તેમના ફેસબુક પેજ પર ત્રણ લાખ જેટલા 'જેન્યુઇન' લાઇક્સ મેળવી લેશે તો તેઓ જે તે સાંસદની બેઠકના કાર્યકરોને વીડિયો કોલથી સંબોધન પણ કરશે.

  વાંચોઃ NaMo એપ તમારા ફોનના આ 22 ફીચર્સની માંગી લે છે પરવાનગી!

  ડિનરમાં હાજર રહેલા એક બીજેપી સાંસદે કહ્યું હતું કે, બેઠક દરમિયાન વડાપ્રધાને પૂછ્યું હતું કે કેટલા સાંસદો ફેસબુક પર સક્રિય છે. આ સવાલ પર મોટાભાગના લોકોએ પોતાનો હાથ ઉંચો કર્યો હતો. બાદમાં પીએમએ જ્યારે પૂછ્યું કે કોના ફેસબુક પર ત્રણ લાખની વધારે લાઇક્સ છે ત્યારે બહું ઓછા લોકોનો હાથ ઉંચો થયો હતો.

  સાંસદે વધુમાં જણાવ્યું હતું કે મોદીએ અમને ત્રણ લાખ લાઇક્સ મેળવી લેવાના કેસમાં અમારા વિસ્તારના કાર્યકરોને વીડિયો કોલથી સંબોધવાની ઓફર કરી છે. સાથે મોદીએ એવું પણ કહ્યું કે ફેસબુક પેજ પર જે લાઇક્સ મળે તે જેન્યુઇન હોવા જોઈએ. માર્કેટિંગ કંપનીઓ પાસેથી કે કોઈ અન્ય રીતે મેળવેલા લાઇક્સ ન હોવા જોઈએ. નોંધનીય છે કે 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી ઈચ્છી રહ્યા છે કે બીજેપીના સાંસદો ફેસબુકના માધ્યમથી પણ લોકો સાથે સંપર્કમાં રહે.

  નોંધનીય છે કે ફેસબુકના પાંચ કરોડ યુઝર્સનો ડેટા લીક થવાના સમાચાર આવ્યા બાદ ભારતમાં પણ બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો ચાલ્યો છે. જે કંપની પર ફેસબુકના યુઝર્સની માહિતી ચોરવાનો આરોપ છે તે કેમ્બ્રિજ એનાલિટિકાની સેવા ભાજપ અને કોંગ્રેસ પણ લઈ ચુકી છે. આ કંપની ફેસબુકના ડેટાના માધ્યમથી વિશ્લેષણનું કામ કરે છે અને તેની માહિતી તેના ક્લાયન્ટને મોકલે છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે યુકેની કંપની કેમ્બ્રિજ એનાલિટિકાને નોટિસ મોકલી છે, અને 31મી માર્ચ સુધી જવાબ રજૂ કરવાનો સમય આપ્યો છે. સરકારે કંપની પાસેથી ભારતમાં તેના ક્લાયન્ટ અંગેની માહિતી માંગી છે.
  First published:March 27, 2018, 11:11 am