Home /News /national-international /

ચૂંટણીમાં હારની અસર? શિયાળું સત્ર પહેલા મોદીના ચહેરાનું 'તેજ' ગાયબ!

ચૂંટણીમાં હારની અસર? શિયાળું સત્ર પહેલા મોદીના ચહેરાનું 'તેજ' ગાયબ!

સાંસદોને સંબોધન કરી રહેલા મોદી

શિયાળું સત્ર પહેલા મોદીએ મીડિયાના માધ્યમથી તમામ સાંસદોને સંબોધન કર્યું હતું.

    ન્યૂઝ18 ગુજરાતીઃ મંગળવારથી સંસદનું શિયાળું સત્ર શરૂ થયું છે. આજ દિવસે પાંચ રાજ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમનાં ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. વલણ પ્રમાણે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. આ પરિણામની અસર સવારે પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા પર પણ જોવા મળી હતી. શિયાળું સત્ર પહેલા મોદીએ મીડિયાના માધ્યમથી તમામ સાંસદોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમના ચહેરા પર એક જાતની ખામોશી જોવા મળી હતી. કદાચ આ ચૂંટણી પરિણામની અસરો હતી. સામાન્ય રીતે સત્રની શરૂઆત પહેલા સાંસદોને સંબોધન કરવામાં આવે છે, પરંતુ જો ચૂંટણીમાં ભાજપની જીત દેખાઈ હોત તો પીએમ મોદી તેમની આગવી લાક્ષણિકતા પ્રમાણે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જીતની ખુશી જરૂર જાહેર કરતા.

    શિયાળું સત્રની શરૂઆત પહેલા મોદીએ શું કહ્યું?

    સંસદ પરિસરમાં મીડિયા તેમજ સાંસદોને સંબોધન કરતા મોદીએ કહ્યુ કે, "મારા સાથી મિત્રો, શિયાળુ સત્રમાં તમારું સ્વાગત છે. આ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકાર તરફથી અનેક જનહિત તેમજ દેશહિતના વિષયો પર આ સત્ર દરમિયાન ચર્ચા થશે. સત્ર દરમિયાન તમામ લોકો પ્રયાસ કરે કે વધારેમાં વધારે કામ થઈ શકે. આપણે તમામ લોકહીત અને પ્રજાહીત માટે કામ કરીશું. તમામ સભ્યો આ ભાવાનો આદર કરશે. તમામ વિષયો પર ચર્ચા થાય એવો અમારો આગ્રહ છે. અમે ઈચ્છીએ છીએ કે ભલે તીખી પણ ચર્ચા તો થાય. વાદ, વિવાદ અને સંવાદ થવો જ જોઈએ."

    આ પણ વાચોઃ લોકચર્ચાઃ ગુજરાત બાદ આનંદીબેને 'મધ્ય પ્રદેશ' પણ બગાડ્યું!

    નિર્ધારિત સમયથી વધારે કામ થાય

    મોદીએ વધુમાં કહ્યું કે, "અમારો આગ્રહ રહેશે કે આ સત્ર નિર્ધારિત સમયથી વધારે સમય કામ કરે. તમામ મહત્વપૂર્ણ વિષયને પરિણામ સુધી પહોંચાડવામાં આવે. ચર્ચા કરીને તેને સાર્થિક બનાવવામાં આવે. મને આશા છે કે તમામ રાજકીય દળો કે જેમને આગામી મે મહિનામાં કસોટીમાંથી પાર ઉતરવાનું છે તેઓ જનતાનું ધ્યાન રાખીને આ સત્રનો સૌથી વધારે ઉપયોગ જનહિત માટે કરશે. તમામ લોકો પક્ષહીત માટે કામ નહીં કરે તેવી મારી તમામે શુભેચ્છા."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Election Result, Winter Session, નરેન્દ્ર મોદી, પીએમ, ભાજપ, સાંસદ

    આગામી સમાચાર