ભારતીય જનતા પાર્ટી (BJP) 6 એપ્રિલે 39મો સ્થાપના દિવસ મનાવી રહી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકર્તાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં કાર્યકર્તાઓએ અલગ-અલગ પ્રશ્નો પૂછીને તેમની પાસેથી સલાહ સૂચનો લીધા હતા.
નરેન્દ્ર મોદીને મુંબઈની એક મહિલા કાર્યકર્તાએ ટેકનોલોજીને લઈને પ્રશ્ન પૂછ્યા હતા. જેના જવાબમાં નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીને લઈને જવાબ આપતા કહ્યું હતું કે, હવે એવી ટેકનોલોજી છે, જેનો ઉપયોગ સામાન્ય માનવી કરે અને તેના થકી તેનું જીવન સરળ બની શકે, મોદીએ તેનો એક ઉદાહરણ આપતા કહ્યું કે, એલઈડી બલ્બ અને ભીમ એપ પણ એક ટેકનોલોજીનો જ હિસ્સો છે, એલઈડી બલ્બથી મધ્યમ વર્ગના લોકોને અને ગરીબથી ગરીબ લોકોની વિજળીનો બિલમાં ઘટાડો લાવે છે. આમ આવી ટેકનોલોજી સામાન્ય લોકોના જીવનમાં સુધારો લાવીને તેમનું જીવન સ્તર ઉંચો લાવે તેવી ટેકનોલોજીને આપણે લોકો સુધી પહોંચાડવી પડશે.
તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ ભીમ એપને લઈને પણ કહ્યું કે, હાલના યુવાઓ પોતાનું દરેક કામ ડિજિટલ રીતે કરે છે, તેવી જ રીતે ડિજિટલની સમજ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. આ ટેકનોલોજીને ભણેલા-ગણેલા લોકો સુધી જ સીમિત રહે તેવું ના થવું જોઈએ. તેમના અનુસાર આ ટેકનોલોજીનો ઉપયોગ દરેક વ્યક્તિને આવડવો જોઈએ કેમ કે, આ એકદમ સરળ છે, આની આદત પાડવી જોઈએ. નરેન્દ્ર મોદીએ મોબાઈલને લઈને જણાવ્યું કે, યુવાને ખબર પડવી જોઈએ કે, મોબાઈલ માત્ર વાત કરવા માટે જ નથી આના દ્વારા આખી સરકારને હું મારી હથેળીમાં લાવી શકું છું. મોદી અનુસાર જો સામાન્ય માનવીને એક વખત વિશ્વાસ કરાવી દેવામાં આવે કે, સરકાર મારા હાથમાં છે, તો તે એક ખુબ જ મોટી દેશની સેવા ગણાશે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ટેકનોલોજીનો મારા મતે ઉપયોગ સામાન્ય વ્યક્તિના સશક્તિકરણ માટે થવો જોઈએ. તે ઉપરાંત તેમને કહ્યું કે, હાલમાં ટેકનોલોજી દ્વારા તમે કોમ્યુનિકેશન એકદમ ઝડપી કરી શકો છો, તે માટે તમારે સક્રિય રહેવું પડશે. આને લઈને નરેન્દ્ર મોદી ચાણક્યના એક વાક્યને યાદ કરતાં કહે છે કે, જો દૂર્જનો કરતાં પણ વધારે ખતરનાક એવા સજ્જનો છે, જેઓ નિષ્ક્રિયા છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સોશિયલ મીડિયાના જમાનામાં જો આપણે નિષ્ક્રિય રહીશું તો દેશ વિરોધી અને અસમાજિક તત્વો તે જગ્યાને ભરી લેશે. તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સરકારની જેટલી યોજનાઓ છે, તેની માહિતી પણ ટેકનોલોજી દ્વારા સામાન્ય લોકો સુધી પહોંચવી જોઈએ, જેથી તે લોકો પણ આનો ફાયદો ઉઠાવી શકે. મોદી પ્રમાણે જો સરકારી યોજનાઓની જાણકારી જ સામાન્ય લોકો સુધી પહોંચશે નહી તો વચોટીયાઓ આનો લાભ ઉઠાવી જશે. તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ GEM પોર્ટલ વિશે પણ જણાવ્યું હતું. જેના થકી બિઝનેસ સરળ રીતે કરી શકે છે.
આમ નરેન્દ્ર મોદીએ બીજેપીના કાર્યકર્તાઓને એકદમ સરળ રીતે અને લંબાણપૂર્વક જવાબ આપીને સમજાવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર