Home /News /national-international /

ખુશખબર! Pfizerx બાદ, મોડર્નાએ તેની Vaccine કોવિડ -19 સામે 94.5% અસરકારક જાહેર કરી

ખુશખબર! Pfizerx બાદ, મોડર્નાએ તેની Vaccine કોવિડ -19 સામે 94.5% અસરકારક જાહેર કરી

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયે, બાયોએન્ટેક અને સહ-નિર્માતા ફાઇઝરએ કહ્યું હતું કે, તેમની રસીના વિશ્લેષણથી સામે આવ્યું છે કે, તે કોવિડ -19ના વાયરસથી 90 ટકાથી વધુ લોકોને સુરક્ષિત રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

    કેમ્બ્રિજ: કોરોનાવાયરસ સામેની લડત વચ્ચે આ મહિને બીજી વાર એક સારા સમાચાર મળી રહ્યા છે, મોડર્ના કંપનીએ સોમવારે જણાવ્યું છે કે, તેની રસી (Vaccine) મજબૂત સુરક્ષા પૂરી પાડે છે અને તે ઘાતક વાયરસ સામે 94.5 ટકા અસરકારક લાગી રહી છે. આ સમાચારોની સાથે જ અમેરિકા અને દુનિયામાં આશાની નવી કિરણ જોવા મળી શકે છે. મોડર્નાએ જણાવ્યું હતું કે, કંપનીના ચાલુ અભ્યાસના પ્રારંભિક ડેટા મુજબ તેમની એન્ટિ-કોરોનાવાયરસ રસી 94.5 ટકા અસરકારક લાગી રહી છે.

    એક અઠવાડિયા અગાઉ, હરીફ કંપની ફાઇઝર ઇંકે પણ તેની રસી અસરકારક હોવાનું જાહેર કર્યું હતું. આ જાહેરાત સાથે, બંને કંપનીઓ થોડા અઠવાડિયામાં અમેરિકામાં રસીના તાત્કાલિક ઉપયોગ માટે મંજુરી લેવાની દિશામાં આગળ વધી રહી હોય તેવું લાગે છે. મોડર્નાના અધ્યક્ષ ડોક્ટર સ્ટીફન હોજે તેનું સ્વાગત કર્યું અને કહ્યું કે, બે જુદી જુદી કંપનીઓના સમાન પરિણામો એકદમ આશ્વાસન આપનારા છે.

    વૈજ્ઞાનિકે કહ્યું કે, મહામારીને અટકાવવામાં રસી સફળ સાબિત થઈ રહી છે

    હોઝે કહ્યું કે, "આ દ્વારા આપણે બધાએ આશા રાખવી જોઈએ કે, હકીકતમાં કોઈ રસી આ મહામારીને રોકવામાં સફળ થઈ રહી છે." હોઝે કહ્યું, "આ સમસ્યા હલ કરવા માટે તે માત્ર એક મોડર્ના જ નહીં, પણ તેના માટે અનેક રસીઓની આવશ્યકતા રહેશે.

    બિહારમાં BJPના - 7, JDUના - 5, HAM-VIPના એક-એક મંત્રીએ શપથ લીધા

    બિહારમાં BJPના - 7, JDUના - 5, HAM-VIPના એક-એક મંત્રીએ શપથ લીધા


    જો અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મોડર્ના અથવા ફાઈઝર કંપનીની રસીને ઇમરજન્સી રસીકરણના ઉપયોગ માટે મંજૂરી આપે છે, તો આ વર્ષના અંત સુધીમાં સિમિત આપૂર્તી જ થશે.

    ફાઈઝરે આ વર્ષના અંતમાં રસી પૂરી પાડવાનો કર્યો હતો દાવો

    અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝર અને બાયોનોટેકના નિર્માતાઓએ કહ્યું હતું કે, તેઓ જે નવી કોવિડ રસી વિકસાવી રહ્યા છે તે "આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષના પ્રારંભમાં ઉપલબ્ધ કરવાનું શરૂ કરી દેવાશે."

    Amazon સાથે પૈસા કમાવાની તક, ફક્ત 4 કલાક કામ કરો અને મહિને કમાઓ 70 હજાર રૂપિયા

    Amazon સાથે પૈસા કમાવાની તક, ફક્ત 4 કલાક કામ કરો અને મહિને કમાઓ 70 હજાર રૂપિયા

    ગયા અઠવાડિયે, બાયોએન્ટેક અને સહ-નિર્માતા ફાઇઝરએ કહ્યું હતું કે, તેમની રસીના વિશ્લેષણથી સામે આવ્યું છે કે, તે કોવિડ -19ના વાયરસથી 90 ટકાથી વધુ લોકોને સુરક્ષિત રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેમની તપાસમાં લગભગ 43,000 લોકોએ ભાગ લીધો હતો.

    વિશ્વવ્યાપી આ મહામારીના અત્યાર સુધીમાં 5,40,68,000 કેસ નોંધાઈ ચુક્યા છે. કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Corona vaccine news, Coronavirus Vaccine in india, Covid 19 vaccine

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन