Home /News /national-international /

Corona વાયરસ વેક્સિનને લઈ આ કંપનીની મોટી જાહેરાત, કહ્યું - આગામી મહિના સુધી...

Corona વાયરસ વેક્સિનને લઈ આ કંપનીની મોટી જાહેરાત, કહ્યું - આગામી મહિના સુધી...

કંપનીએ આ વેક્સિનનો 100 માઈક્રોગ્રામ ડોઝ તૈયાર કરી લીધો છે

કંપનીના આ નિવેદન બાદ ગુરૂવારે જ પ્રી -માર્કેટ ટ્રેડિંગ દરમિયાન શેર બજારમાં 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

    શિકાગો : મોડર્ના ઈંકે ગુરૂવારે કન્ફર્મ કરી દીધુ કે, તે આગામી મહિનામાં 30 હજાર લોકો પર કોરોના વાયરસ વેક્સિનની ફાઈનલ ટ્રાયલ કરશે. કંપની આ વેક્સિનના ફાઈનલ સ્ટેજ સુધી પહોંચી ચુકી છે. કેમ્બ્રિજ-મેસેચુસેટ્સની આ બાયોટેક કંપનીએ જણાવ્યું કે, આ સ્ટડીનો પ્રાઈમરી ગોલ લક્ષણ લક્ષણ ધરાવતા કોવિડ-19ને રોકવાનો હશે. ત્યારબાદ બીજો ગોલ આ મહામારીને રોકવા પર કેન્દ્રીત હશે. કંપનીના આ નિવેદન બાદ ગુરૂવારે જ પ્રી -માર્કેટ ટ્રેડિંગ દરમિયાન શેર બજારમાં 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

    એક અબજ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય

    મોડર્નાએ કહ્યું કે, બાદમાં સ્ટડી માટે તેમણે આ વેક્સિનનો 100 માઈક્રોગ્રામ ડોઝ તૈયાર કરી લીધો છે. ડોઝ લેવલ પર વાત કરીએ તો, કંપની દર વર્ષે 50 કરોડ ડોઝ તૈયાર કરવા માટે કામ કરી રહી છે. વર્ષ 2021 બાદ કંપની દર વર્ષે 1 અબજ ડોઝ તૈયાર કરવામાં સક્ષમ થઈ જશે. કંપની આ ડોઝ સ્વિસ ડ્રગમેકર લોન્ઝા સાથે મળીને અમેરિકા સ્થિતિ ઈન્ટર્નલ મેન્યુફેક્ચરિંગ યૂનિટમાં તૈયાર કરશે.

    કંપનીએ જણાવ્યું કે, તેમણે 100 માઈક્રોગ્રામ ડોઝએટલા માટે પસંદ કર્યો છે, જેથી રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારેમાં વધારે બૂસ્ટ મળે અને તેનુ ન્યૂનત્તમ રિએક્શન થાય. કંપનીએ ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે પર્યાપ્ત વેક્સિન તૈયાર કરી લીધી છે.

    મિડસ્ટેજ સ્ટડીમાં કંપનીએ જણાવ્યું કે, તેમણે 300 સ્વસ્થ્ય વયસ્કને પસંદ કર્યા હતા, જેમને એક શોટ ડોઝ આપવામાં આવ્યો હતો. તેના માટે 18થી 54 વર્ષના 50 લોકોને આ ડોઝ આપવામાં આવ્યો છે.

    સ્ટડીમાં ભાગ લેનારા લોકો પર 1 વર્ષ સુધી નજર રાખવામાં આવશે

    કંપનીએ જણાવ્યું કે, 54 વર્ષ આસપાસની ઉંમરના લોકોનું ટેસ્ટિંગ કરવું ક્રિટિકલ કામ છે. કેમ કે, તેમનામાં વાયરસની સૌથી વધારે અસર થવાની સંભાવના છે. સામાન્ય રીતે તેમનામાં રોગ પ્રતિરોધક ક્ષમતા પણ ઓછી હોય છે. મિડસ્ટેજ સ્ટડીમાં સાવધાની હેઠળ વેક્સિનની અસર જોવામાં આવે છે. તેમાં 28 દિવસની અંદર બે ડોઝ આપવામાં આવે છે. આ સ્ટડીમાં ભાગ લેનારા લોકોની દેખરેખ 1 વર્ષ માટે કરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: CDV vaccine, Corona vaccine, Coronavaccine, Coronavirus Vaccine, Covid 19 vaccine, Vaccine human trials, Vaccine of covid19

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन