Omicron સામે 37 ગણી વધુ એન્ટીબોડી ડેવલપ કરશે મોડર્નાનો બૂસ્ટર ડોઝ
Omicron સામે 37 ગણી વધુ એન્ટીબોડી ડેવલપ કરશે મોડર્નાનો બૂસ્ટર ડોઝ
પ્રતિકાત્મક તસવીર
Moderna booster increase antibody levels by 37 times: અમેરિકાની કંપની મોડર્ના (Moderna)એ દાવો કર્યો છે કે તેમણે કોરોના (corona virus) સામે તૈયાર કરેલા બુસ્ટર ડોઝ ઓમિક્રોન (omicron) વેરિએન્ટ સામે પણ અસરકારક છે. આ બુસ્ટર વાયરસની સામે 37 ગણી ઝડપથી એન્ટિબોડીઝ વિકસાવશે.
Moderna booster increase antibody levels by 37 times: સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) તીવ્ર ગતિએ ફેલાઈ રહ્યો છે, ત્યારે ઓમિક્રોન વાયરસને લઈને નિષ્ણાંતો હાલ ચિંતાના વાદળોમાં ઘેરાયેલા છે. માનવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ કોઈપણ વર્તમાન વેક્સિન અસરકારક નથી. જોકે અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની મોડર્ના (Moderna)એ દાવો કર્યો છે કે તેણે બનાવેલી બૂસ્ટર વેક્સિન કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ સામે પણ સારી રીતે કામ કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે 50 માઇક્રોગ્રામનો બૂસ્ટર ડોઝ એન્ટિબોડીઝનું સ્તર 37 ગણા સુધી વધારે છે, જ્યારે 100 માઇક્રોગ્રામનો બૂસ્ટર ડોઝ લેવામાં આવે તો તે કોરોના સામે એન્ટિબોડીઝનું સ્તર 83 ગણો વધવામાં સક્ષમ છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર મોડર્ના કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સ્ટીફન બેન્સલ (Stéphane Bancel)એ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ઉદ્ભવેલી ચિંતા વચ્ચે વાયરસ સામે આ બૂસ્ટર ડોઝના પરિણામો આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું છે કે ટેસ્ટ ડેટાએ સાબિત કર્યું છે કે બૂસ્ટરના સંપૂર્ણ ડોઝની અસર સારી રહી છે.
જણાવી દઈએ કે સંપૂર્ણ ડોઝથી એન્ટિબોડીના સ્તરમાં 83 ગણો વધારો જોવા મળ્યો છે. મોડર્નાએ કહ્યું છે કે બીજા અને ત્રીજા અભ્યાસમાંથી મેળવેલા ડેટામાં જાણવા મળ્યું છે કે બૂસ્ટર ડોઝ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને માનવ શરીર આ ડોઝ ગ્રહણ કરવા માટે સક્ષમ છે. જો કે હાલ આ અભ્યાસની વૈજ્ઞાનિક રીતે સમીક્ષા કરવાની બાકી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે ઓમિક્રોન-વિશિષ્ટ બૂસ્ટર કેન્ડિડેટ વિકસાવવાનું પણ યથાવત રાખશે, જે 2022 ની શરૂઆતમાં ક્લિનિકલ ટ્રાયલ્સ સુધી પહોંચી જશે તેવી શક્યતા છે.
મોડર્ના કોવિડ વેક્સિન મેસેન્જર RNA (mRNA) ટેક્નોલોજી પર આધારિત છે. મોડર્નાએ યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાથે મળીને આ વેક્સિન વિકસાવી છે. મેસેન્જર આરએનએ ટેક્નોલોજી કોવિડના વાયરસ સામે કોષોને સક્રિય કરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
મોડર્ના વેક્સિન આનુવંશિક નિર્દેશો પર આધારિત છે, જેમા આ વાયરસની બાહ્ય સપાટી પર સ્પાઇક પ્રોટીન સાથે જોડાઈને કામ કરે છે. આ પ્રક્રિયાના માધ્યમથી વાયરસને માનવ કોષમાં પ્રવેશતા અટકાવી શકાય છે. જણાવી દઈએ કે અત્યાર સુધી 'ઓમિક્રોન' લગભગ 90 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન અન્ય વેરિયન્ટ કરતાં વધુ ચેપી છે અને હાલની રસીની પણ તેના પર કોઈ ખાસ અસર જોવા મળતી નથી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર