Home /News /national-international /હું ખૂબ જ સુંદર છું, બધાં મારા જેવો બાળકો પૈદા કરો: આ મહિલાએ લોકોને આપી ગજબની ઓફર

હું ખૂબ જ સુંદર છું, બધાં મારા જેવો બાળકો પૈદા કરો: આ મહિલાએ લોકોને આપી ગજબની ઓફર

પૈસાના બદલામાં પોતાના જિન્સ વેચે છે આ મહિલા

મોડલ અને એક્ટ્રેસ એલાનો દાવો છે કે, તે ખૂબ જ સુંદર અને પોતાના શાનદાર જીનને તે આગળ પણ ટ્રાંસફર કરવા માગે છે. તેના માટે તે કંઈક એવી ઓફર આપી રહી છે, જે અત્યાર સુધીમાં ભાગ્યે જ તમે સાંભળી હશે.

    દુનિયામાં આજકાલ ન જાણે શું શું થઈ રહ્યું છે. પૈસા કમાવા માટે લોકો ચિત્રવિચિત્ર ઉપાયો અજમાવી રહ્યા છે. જેને ભાગ્યે જ આજથી 10 વર્ષ પહેલા કોઈએ સાંભળ્યા હશે. મતલબ લોકો પહેરેલા કપડા પહેરીને કે પછી પોતાના ફોટો વેચીને પૈસા કમાઈ રહ્યા છે. તો વળી સ્પર્મ ડોનેશન જેવી અનોખી વસ્તુઓ વેચીને પણ પૈસા કમાઈ રહ્યા છે. આનાથી તેમને સારી એવી કમાણી પણ થાય છે. જો કે એક મહિલાએ ખાસ ઓફર આપી છે. જે લોકોને હજમ થતી નથી.

    મોડલ અને એક્ટ્રેસ એલાનો દાવો છે કે, તે ખૂબ જ સુંદર અને પોતાના શાનદાર જીનને તે આગળ પણ ટ્રાંસફર કરવા માગે છે. તેના માટે તે કંઈક એવી ઓફર આપી રહી છે, જે અત્યાર સુધીમાં ભાગ્યે જ તમે સાંભળી હશે. અમેરિકાના ટેક્સાસમાં રહેતી એલા બ્લોગર પણ છે અને પોતાની મલ્ટીટેલેન્ટેંડ પર્સનાલિટીથી ખૂબ જ પ્રભાવિત છે. આ જ કારણ છે કે, તે દુનિયામાં પોતાના અન્ય લોકો પણ હોય તેવું ઈચ્છી રહી છે.








    View this post on Instagram






    A post shared by Aella (@aellaslife)





    પૈસા લઈને વેચવા માગે છે એગ્સ


    એલાનું કહેવું છે કે, તે હાલમાં પોતાના કોઈ બાળકો પૈદા કરવા માગતી નથી. પણ તેની ઈચ્છા છે કે, તેની માફક શાનદાર જીન્સવાળા બાળકો આ દુનિયામાં હોય. ત્યારે આવા સમયે એલાએ પોતાના એગ્સ વેચવાનો નિર્ણય કર્યો છે. તેણે પોતાની વેબસાઈટ પર તેના માટે 'ગેય માય એગ્સ' નામનું સેક્શન બનાવ્યું છે. તેણે પૈસાના બદલામાં એગ્સ વેચવાની ઓફર આપી છે. પોતાના પૂર્વજોની જાણકારી અને મેડિકલ રિપોર્ટ્સની સાથે તમામ જરુરી દસ્તાવેજોમાં બતાવ્યું છે. તેમનું કહેવું છે કે, આ અંગે તેની વાત પણ અમુક લોકો સાથે ચાલી રહી છે.

    શું છે એલાના જીન્સમાં ખાસ?


    મોડલનું કહેવું છે કે, તે ન ફક્ત સુંદર છે, પણ તે મોડલિંગ અને ડોક્યુમેન્ટ્રી મેકિંગનું પણ કામ કરે છે. એક્ટીંગ ઉપરાંત તેને ડાંસ અને પેન્ટીંગનો પણ શોખ છે. જ્યારે તે ફુલ સ્પિડે ટાઈપીંગ પણ કરી લે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પૈસા કમાવવા માટે તે ડેટીંગ અને વીડિયો ચૈટનું પણ કામ કરે છે. હાલમાં જ તે ચર્ચામાં આવી ચુકી છે કે, કેમ કે તેણે પોતાના માટે પાર્ટનર શોધવા માટે 60 પ્રશ્નોની એક યાદી બનાવી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Ajab gajab news, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन