Home /News /national-international /મૉડલ સાથે હૈવાનિયત: મિત્રોએ કારમાં બેસાડી ગેંગરેપ કર્યો, હવસ મિટાવી ઘર સામે ફેંકી દીધી

મૉડલ સાથે હૈવાનિયત: મિત્રોએ કારમાં બેસાડી ગેંગરેપ કર્યો, હવસ મિટાવી ઘર સામે ફેંકી દીધી

મોડલ સાથે કારમાં ગેંગરેપ

કેરલના કોચ્ચિથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છએ. અહીં એક યંગ મોડલ સાથે ચાલતી કારમાં દુષ્કર્મની ઘટના ઘટી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Kochi [Cochin], India
    કોચ્ચિ: કેરલના કોચ્ચિથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છએ. અહીં એક યંગ મોડલ સાથે ચાલતી કારમાં દુષ્કર્મની ઘટના ઘટી છે. ઘટના ગુરુવાર રાતની હોવાનું કહેવાય છે. હાલમાં આ મામલામાં એક મહિલા સહિત ત્રણ યુવકોની ધરપકડ થઈ છે. પોલીસનું કહેવુ છે કે, દારુના નશામાં આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર, મોડલ ગત રાતે પોતાના એક દોસ્ત સાથે કોચ્ચિના એક બારમાં ગઈ હતી. મોડી રાતે તે બારમાં પડી ગઈ હતી. જેને જોઈને આરોપી યુવકોએ તેની મદદ કરવાની વાત કહી અને તેને ઘરે લઈ જવાનું કહી પોતાની કારમાં બેસાડી.

    આ પણ વાંચો: 200 પુરુષો સાથે સંબંધ બાંધી ચુકી છે આ મહિલા! ફિલ્મમાં મળેલા એક રોલથી જિંદગી બદલાઈ ગઈ

    પોલીસ કરી રહી છે આ મામલાની તપાસ


    ત્યાર બાદ આરોપી યુવકે પોતાની કારને શહેરમાં ફેરવતા રહ્યા. ગાડીની અંદર આરોપીઓએ મોડલ સાથે રેપ કર્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ તેને કક્કનાડમાં તેના ઘરની સામે છોડીને ભાગી ગયા. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતાએ પોતાની એક દોસ્તને જાણકારી આફી. બાદમાં શુક્રવારે તેની ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળ્યા બાદ પોલીસ તે બારમાં ગઈ જ્યાંથી પીડિતાના આરોપીઓએ પીડિતાને પોતાની કારમાં બેસાડી હતી.

    ત્યાર બાદ પોલીસે પીડિતાની દોસ્તોની અટકાયત કરી તેની સાથે પુછપરછ કરી. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી યુવક કોડુંગલ્લૂર વિસ્તારના છે. ત્યાર બાદ પોલીસે આરોપી યુવકોની ધરપકડ કરી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news, Gangrape, કેરલ

    विज्ञापन
    विज्ञापन