Home /News /national-international /દેશમાં આચાર સંહિતા લાગુ, જાણો ઉમેદવારો અને પાર્ટી શું કરી શકે અને શું ન કરી શકે?

દેશમાં આચાર સંહિતા લાગુ, જાણો ઉમેદવારો અને પાર્ટી શું કરી શકે અને શું ન કરી શકે?

દેશમાં ચૂંટણીની જાહેરાતની સાથે જ સરકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચના કર્મચારી બની જાય છે.

દેશમાં ચૂંટણીની જાહેરાતની સાથે જ સરકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચના કર્મચારી બની જાય છે.

ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. સત્તાધારી પક્ષો માટે ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનો સમય ખાસ હોય છે, કારણ કે આ સમય દરમિયાન કોઈ પણ પક્ષ મતદારોને રિઝવવા માટે જાહેરાત કરી શકે નહીં. રાજ્યોમાં ચૂંટણીની જાહેરાતની સાથે જ ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચના કર્મચારીઓ તરીકે ફરજ બજાવે છે. જાણો આ સમય દરમિયાન ઉમેદવારો અને રાજકીય પક્ષો શું કરી શકે અને શું ન કરી શકે.

- ચૂંટણીની આચર સંહિતા ચૂંટણી પંચનો એ નિયમ છે જેનું પાલન દરેક પક્ષે અને ખાસકરીને ઉમેદવારે કરવાનું રહે છે. આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને સજા થઈ શકે છે. ચૂંટણી પર રોક લાગી શકે છે, FIR થઈ શકે છે અને ઉમેદવારને જેલ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ 11 એપ્રિલે મતદાન અને 23 મેના રોજ પરિણામ, ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન

- ચૂંટણી દરમિયાન કોઈ પણ મંત્રી સરકારી પ્રવાસ કરી શકે નહીં, સરકારી સંસાધનોનો ઉપયોગ ચૂંટણી માટે થઈ શકે નહીં, ત્યાં સુધી કે કોઈ પણ સત્તાધારી નેતા સરકારી વાહનો અને ઇમારતોનો ઉપયોગ ચૂંટણી માટે કરી શકે નહીં.

- કેન્દ્ર સરકાર હોય કે પછી પ્રદેશની સરકાર, સરકાર દ્વારા કોઈ જાહેરાત થઈ શકે નહીં, ન તો નવા કામનું લોકાર્પણ થઈ શકે, ન તો સરકારી ખર્ચ પણ થઈ શકે. ચૂંટણી પંચે આ પ્રક્રિયા પર નજર રાખવાની રહે છે.

- ઉમેદવાર અને પક્ષને રેલી કાઢવા માટે અથવા બેઠક કરવા માટે ચૂંટણી પંચ પાસેથી પરવાનગી મેળવવાની રહે છે. આની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં પણ આપવાની રહે છે. સભાના સ્થળ અને સમયની સૂચના પણ પોલીસને આપવાની રહે છે.

આ પણ વાંચો: ભાજપના ગઢ ગુજરાતમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં યોજાશે મતદાન

- કોઈ પણ પક્ષ કે ઉમેદવાર એવું કામ નહીં કરી શકે જે જ્ઞાતિ અને ધર્મ અથવા તો સંપ્રદાયની વચ્ચે મતભેદ કે ઘૃણા પ્રસરાવવાનું કામ કરે.

- કોઈની પરવાનગી વગર તેની દિવાલ કે જમીનનો ઉપયોગ થઈ શકે નહીં. મતદાન કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર થઈ શકે નહીં, અને મતદાનના એક દિવસ પહેલાં જે તે બેઠક પર પ્રચારનો પ્રતિબંધ મૂકાઈ જાય છે.

- ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સરકારી ભરતી થઈ શકે નહીં.

- ચૂંટણી દરમિયાન ઉમેદવાર દ્વારા દારૂનું વિતરણ કરવું આચાર સંહિતાનાનું ઉલ્લંઘન છે.

- ચૂંટણી દરમિયાન મતદાન કેન્દ્રની આસપાસ ચૂંટણી ચિન્હનું પ્રદર્શન થઈ શકે નહીં.

- ચૂંટણી પંચના માન્ય આઇ કાર્ડ ધરાવનાર વ્યક્તિ જ મતદાન બૂથ પર જઈ શકે છે.

આ પણ વાંચો: "મિશન 26" : બંને પક્ષો '26' ની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરશે !

હેલીપેડ, મીટિંગ ગ્રાઉન્ડ, સરકારી ગેસ્ટ હાઉસ, વગેરે જેવી સાર્વજનિક જગ્યાઓ પર કેટલાક ઉમેદવારો દ્વારા એકાધિકાર થઈ શકે નહીં. આ સ્થળોનો ઉપયોગ તમામ પ્રતિસ્પર્ધીઓ સમાન રીતે કરી શકે છે.

- વિરોધી ઉમેદવારો અને તેમના પ્રચારકો તેમના વિરોધીઓનું સન્માન કરવું જોઈએ. તેમના ઘર સામે અથવા રસ્તા પર વિરોધ કરી તેમને હેરાનગતિ કરી શકાય નહીં.

- બૂથ અધિકારીને કોઈ પણ મુદ્દે ફરિયાદ કરી શકાય છે.
First published:

Tags: 2019 Election dates, General Elections, Model Code of Conduct