Home /News /national-international /ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ, મોરબી દુર્ઘટનામાં અધિકારીઓ સામે પગલાં લેવા માટે ECની પરવાનગી લેવી પડશે

ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ, મોરબી દુર્ઘટનામાં અધિકારીઓ સામે પગલાં લેવા માટે ECની પરવાનગી લેવી પડશે

ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ

Gujarat Elections: ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. હવે સરકારને મોરબીના કેસમાં કોઈ અધિકારી સામે કાર્યવાહી કરવી હોય તો પહેલા ચૂંટણી પંચની પરવાનગી લેવી પડશે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું છે કે રાજ્યમાં મોરબી અકસ્માત માટે અગાઉ જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેની સામાન્ય અસર થશે નહીં, પરંતુ નવી કાર્યવાહી માટે પરવાનગીની જરૂર પડશે.

વધુ જુઓ ...
    ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. હવે સરકારને મોરબીના કેસમાં કોઈ અધિકારી સામે કાર્યવાહી કરવી હોય તો પહેલા ચૂંટણી પંચની પરવાનગી લેવી પડશે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું છે કે રાજ્યમાં મોરબી અકસ્માત માટે અગાઉ જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેની સામાન્ય અસર થશે નહીં, પરંતુ નવી કાર્યવાહી માટે પરવાનગીની જરૂર પડશે.

    અધિકારીએ જણાવ્યું હતું કે હવે ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ, તેથી મોરબી દુર્ઘટનાની તપાસ માટે SITની જાહેરાત જેવા અગાઉના નિર્ણયો પર કાર્યવાહી કરવામાં આવશે. તેમાં કોઈ અસર નહીં થાય, પરંતુ હવે જો સરકાર કોઈપણ અધિકારી સામે પગલાં લેવાનું નક્કી કરશે તો તેમણે પહેલા ચૂંટણી પંચની પરવાનગી લેવી પડશે. સૂત્રોએ જણાવ્યું કે ગુજરાતમાંચૂંટણીના રણકાર શરૂ થઈ ગયો છે અને ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે.

    આ પણ વાંચોઃ ચૂંટણી પંચ પર કોંગ્રેસના આકરા પ્રહાર કરતા કહ્યું, શું પીએમ મોદીની રાહ જોવાતી હતી; ECએ જણાવ્યું વિલંબ થવાનું કારણ

    ગુજરાતમાં છેલ્લી છ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત જીત નોંધાવી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Code of conduct, Gujarat Assembly Election 2022, Gujarat News

    विज्ञापन
    विज्ञापन