CCD સંસ્થાપક વી. જી. સિદ્ધાર્થના મોતનું રહસ્ય મોબાઇલ ખોલશે

News18 Gujarati
Updated: August 2, 2019, 8:34 AM IST
CCD સંસ્થાપક વી. જી. સિદ્ધાર્થના મોતનું રહસ્ય મોબાઇલ ખોલશે
તપાસ અધિકારીઓ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ પૂછપરછ કરી રહ્યા છે

તપાસ અધિકારીઓ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ પૂછપરછ કરી રહ્યા છે

  • Share this:
કાફે કોફી ડે (સીસીડી)ના સંસ્થાપક વી.જી. સિદ્ધાર્થની કથિત આત્મહત્યાની તપાસને પોલીસે વેગ આપ્યો છે. પોલીસને સિદ્ધાર્થના પેન્ટ અને તેમની કારથી બે મોબાઇલ મળ્યા છે. પોલીસને આશા છે કે આ મોબાઇલથી અનેક મોટા સુરાગ હાથ લાગી શકે છે. તપાસ અધિકારીઓ તરફથી આ મામલામાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

મેંગલુરુના પોલીસ કમિશ્નર સંદીપ પાટિલે જણાવ્યું કે બેંગલુરુ ગયેલા પોલીસ દળે કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પૂછપરછ કરી ઘણી માહિતી એકત્ર કરી લીધી છે. આવનારા દિવસોમાં અમે કેટલાક બીજા લોકો સાથે પણ પૂછપરછ કરીશું. તેઓએ જણાવ્યું કે સિદ્ધાર્થ અને તેમની કારથી બે મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તેની તપાસ કરાવીને જાણકારીઓ એકત્ર કરી રહી છે.

આ પણ વાંચો, નેત્રાવતી નદીના કાંઠેથી CCDના માલિક વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો

ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ અને અબજપતિ ઉદ્યોગપિત સિદ્ધાર્થ કર્ણાટકમાં દક્ષિણ કન્નડ જિલ્લાના ઉલ્લામાં નેત્રાવતિ પુલની નજીકથી સોમવારે ગુમ થયા હતા. સરકારી એજન્સીઓએ તેમની શોધખોળ શરૂ કરી, પરંતુ તેઓ ન મળ્યા. ત્યારબાદ બુધવાર સવારે તેમનો મૃતદેશ મળી આવ્યો હતો. બાદમાં ચિકમંગલૂરમાં સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

CCDના કર્મચારીઓને સિદ્ધાર્થને લખ્યો હતો પત્ર

કાફે કોફી ડેના ડાયરેક્ટર મંડળ અને કર્મચારીઓને કથિત રીતે લખેલા પોતાના પત્રમાં સિદ્ધાર્થે ઇનકમટેક્સ વિભાગના પૂર્વ મહાનિદેશકના તેમને ખૂબ હેરાન કરવાની વાત લખી હતી. જોકે, ઇનકમટેક્સ વિભાગે આ આરોપોને નકારી દીધા છે. પોલીસ મુજબ, એવું લાગે છે કે 59 વર્ષીય સિદ્ધાર્થે સોમવારે મેંગલુરુ પાસે નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
Loading...

દેવાથી વધુ હતી સિદ્ધાર્થની કુલ સંપત્તિ

વી.જી. સિદ્ધાર્થના મોતથી ઉદ્યોગ જગત આઘાતમાં છે. દરેક તરફ એ વાતને લઈ અનેક પ્રકારની વાતો ચાલી રહી છે કે તેમણે આવું પગલું કેમ ભર્યુ? ચર્ચા છે કે ઉત્પીડનના કારણે કે પછી સંભવિત અઘોષિત દેવાના કારણે તેમણે આવું કર્યુ હશે. જોકે, મળતી જાણકારી મુજબ તેમની સંપત્તિ તેમના દેવાથી વધુ હતી.

આ પણ વાંચો, CCD કેસ : આવકવેરા વિભાગે કહ્યુ- સિદ્ધાર્થે કાળું નાણું રાખવાની વાત સ્વીકારી હતી
First published: August 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...