જયપુરમાં ફરીથી તોફાન, 30 વાહનોમાં તોડફોડ, કલમ 144 લાગૂ, ઇન્ટરનેટ બંધ

News18 Gujarati
Updated: August 14, 2019, 9:37 AM IST
જયપુરમાં ફરીથી તોફાન, 30 વાહનોમાં તોડફોડ, કલમ 144 લાગૂ, ઇન્ટરનેટ બંધ
15 પોલીસ મથક વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી.

જયપુરમાં મંગળવારે રાત્રે ફરીથી બે પક્ષના લોકો સામસામે આવી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. રાત્રે 12 વાગ્યે પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી.

  • Share this:
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ઈહગાહ વિસ્તારમાં થયેલી બબાલના બીજા દિવસે એટલે કે મંગળવારે રાત્રે ફરીથી વાહનોમાં તોડફોડ અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બનાવ બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. સુભાષ ચોક વિસ્તારમાં બે પક્ષના લોકો સામસામે આવી ગયા હતા. બંને પક્ષ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. ત્રીસથી વધારે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ગંગા પોળ, ચાર દરવાજા અને સુભાષ ચોક આસપાસના વિસ્તારોમાં બનેલી આ ઘટના બાદ શહેરના 15 પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સાથે જ ઇન્ટરનેટ સેવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પહેલા પોલીસે સોમવારે રાત્રે 12 વાગ્યે ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેવાની વાત કરી હતી.

આ પોલીસ મથક વિસ્તારમાં કલમ 144 લાગૂ

તોફાનોના પગલે પોલીસે શહેરના ગલતા ગેટ, રામગંજ, સુભાષ ચોક, માણેક ચોક, બ્રહ્મપુરી, કોતવાલી, સંજય સર્કલ, નાહરગઢ, શાસ્ત્રીનગર ભટ્ટ બસ્તી, આદર્શ નગર, મોતી ડૂંગરી, લાલ કોઠી, ટ્રાન્સપોર્ટ નગર અને જવાહર નગરમાં રાતથી જ કલમ 144 લગાડી દીધી છે.

પાંચ લોકોની ધરપકડ, 60 સામે કેસ દાખલ

સોમવારે તોફાન બાદ આ વિસ્તારોમાં પોલીસદળોને ખડકી દેવામાં આવ્યા હતા, જે બાદમાં મંગળવારે દિવસે શાંતિ રહી હતી. બીજી તરફ તપાસમાં લાગેલી પોલીસે 60 લોકો સામે કેસ દાખલ કરીને પાંચ લોકોની ધરપકડ કરી છે. જોકે, પોલીસે હજુ સુધી આ અંગેની અધિકારિક પુષ્ટિ નથી કરવામાં આવી.

માહોલ બગાડવાનો પ્રયાસ
Loading...

શહેરમાં કાવડ યાત્રા દરમિયાન બે પક્ષ વચ્ચે બબાબ પછી સોમવારે રાત્રે ઈદગાહ વિસ્તારમાં જયપુર-દિલ્હી હાઇવે પર જામ અને બસ પર પથ્થરમારો કરીને અમુક તોફાની તત્વોએ સાંપ્રદાયિક એકતા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં અનેક અફવાઓ વહેતી થઈ હતી. અફવાઓ પર લગામ મૂકવા પર શહેરમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જોકે, હજુ સુધી અસામાજિક તત્વો શહેરનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...