Home /News /national-international /

VIDEO: મુંબઈમાં એક વ્યક્તિના ખિસ્સામાં જ ફાટ્યો મોબાઇલ ફોન

VIDEO: મુંબઈમાં એક વ્યક્તિના ખિસ્સામાં જ ફાટ્યો મોબાઇલ ફોન

વ્યક્તિના મોબાઇલમાંથી ધુમાડા નીકળતા રેસ્ટોરાંમાં ભાગદોડ મચી ગઈ હતી

    મુંબઈની એક રેસ્ટોરાંમાં એક વ્યક્તિના શર્ટના ખિસ્સામાં જ મોબાઇલ ફોન બ્લાસ્ટ થયાનો આધાતજનક બનાવ બન્યો છે. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં આવેલી રેસ્ટોરાં ખાતે આ બનાવ બન્યો હતો.

    આ આખી ઘટના રેસ્ટોરાંમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ પરથી માલુમ પડે છે કે આ બનાવ ચોથી જૂનના રોજ બન્યો હતો.

    વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?

    સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રેસ્ટોરાંના ટેબલ પર લંચ લઈ રહ્યો છે. એ જ સમયે તેના શર્ટના ઉપરના ખિસ્સામાં રહેલા મોબાઇલ ફોનમાંથી ધુમાડા નીકળવા લાગે છે અને રસ્ટોરાંમાં ફેલાઈ જાય છે. આ સમયે વ્યક્તિ પોતાની સીટ પરથી કૂદકો મારે છે અને પોતાના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોનને દૂર ફેંકી દે છે. મોબાઇલમાં બ્લાસ્ટ થયાનું જાણીને રેસ્ટોરાંમાં ભોજન લઈ રહેલા અન્ય લોકો પણ ત્યાંથી ભાગતા નજરે પડી રહ્યા છે.

    સીસીટીવી ફૂટેજ

    નોંધનીય છે કે મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થવાના અનેક બનાવો અવાર નવાર સામે આવતા રહે છે. આ જ વર્ષે માર્ચ મહિનામાં ઓડિશામાં મોબાઇલ બ્લાસ્ટને કારણે એક કિશોરનું મોત થયું હતું. કિશોર ચાર્જરમાં લાગેલા ફોન પર તેના સંબંધી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે ફોનમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે કિશોરની છાતી, હાથ અને પગલના ભાગે ઈજા પહોંચી હતી. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થઈ ગયું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Mobile blast, Restaurant, Smart phone, મુંબઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन