આને કહેવાય કિસ્મત, રૂવાંટા ઉભી કરી દે તેવી બે જીવલેણ ઘટના - Video વાયરલ

આને કહેવાય કિસ્મત, રૂવાંટા ઉભી કરી દે તેવી બે જીવલેણ ઘટના - Video વાયરલ
મોબાઈલ બ્લાસ્ટ અને ટાયર બ્લાસ્ટ

આજે અમે એવી બે ઘટનાની વાત કરી તમને વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જે દુર્ઘટનાઓ તો મોટી છે, પરંતુ નશીબ જોગે કોઈ જાનહાની નથી થતી.

 • Share this:
  રાજ્ય, દેશ સહિત પુરી દુનિયામાં અકસ્માતની ઘટનાઓ રોજ સર્જાતી હોય છે. દુર્ઘટના હંમેશા અચાનક જ થાય છે. પરંતુ દરેક દુર્ઘટનામાં બચી જવું સંભવ નથી હોતું. પરંતુ આજે અમે એવી બે ઘટનાની વાત કરી તમને વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જે દુર્ઘટનાઓ તો મોટી છે, પરંતુ નશીબ જોગે કોઈ જાનહાની નથી થતી.

  પ્રથમ ઘટનાની વાત કરીએ તો, બિલાસપુરમાં રિપેરીંગ દરમિયાન મોબાઈલની બેટરી ફાટી ગઈ. નશીબની વાત એ છે કે, મિકેનિક મિકેનિક બાલ-બાલ બચી ગયો. આ મામલો હિમાચલ પ્રદેશના બિલાસપુર શહેરનો છે. મોબાઈલ બેટરી બ્લાસ્ટની આ ઘટના 13 ઓક્ટોબરની બતાવવામાં આવી રહી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, બિલાસપુર શહેરના મેઈન માર્કેટમાં મોબાઈલ રિપેરીંગની દુકાનમાં એક મિકેનિક મોબાઈલ રિપેર કરી રહ્યો હતો. આ સમયે મોબાઈલ ફોનની બેટરીમાં અચાનક દમાકો થઈ ગયો. આના કારણે દુકાનમાં એકદમ ધુમાડો ધુમાડો ફેલાઈ ગયો. જોકે, તકેદારીના કારમે દુકાનદારને કોઈ નુકશાન નથી પહોંચ્યું. તે પુરી રીતે સુરક્ષિત છે.

  વીડિયો થયો વાયરલ  મામેલ જોડાયેલો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મિકેનિક મોબાઈલ રિપેર કરી રહ્યો છે અને તે આગળ ટેબલ પર મોબાઈલ રાખે છે. થોડી જ સેકન્ડ બાદ આ મોબાઈલ ફાટે છે અને દુકાનમાં ધુમાડો ધુમાડો પેલાઈ જાય છે. મહત્વની વાત એ છે કે, મિકેનિકને કોઈ પણ પ્રકારની ઈજા નથી પહોંચી. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય પહેલા જ મંડી જિલ્લામાં મોબાઈલ ફાટવાથી એક બાળકીની આંખો અને ચહેરો સળગી ગયો હતો.

  હવે આવી જ એક બીજી ઘટનાની વાત કરીએ તો, એક ટાયર પંચની દુકાન પર ટાયરમાં હવા ભરતા સમયે અચાનક ટાયર બ્લાસ્ટ થયું હતું. જેમાં ટાયર પર બેસી હવા ભરી રહેલો કારીગર હવામાં પાંચ ફૂટ ઊંચો ઉડી પટકાયો હતો. આ ઘટના જૂન મહિનાની 10 તારીખની છે.

  વીડિયો વાયરલ  આ દુર્ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક ટાયર પંચની દુકાન પર લગભગ ટ્રેક્ટરના ટાયરમાં હવા ભરવામાં આવી રહી છે. આજુબાજુમાં એક મહિલા, બાળક અને એક ભાઈ પણ ઉભા છે. આ સમયે બે વ્યક્તિ ટાયર પાસે છે. કારીગર હવા ભરી રહ્યો છે અને બીજો વ્યક્તિ ટાયર પર પગ રાખીને ઉભો છે. અચાનક હવા વધારે ભરાઈ જવાથી ટાયરની ટ્યુબમાં બ્લાસ્ટ થાય છે. આ બ્લાસ્ટ એટલો ખતરનાક છે કે, હવા બરી રહેલો કારીગર હવામાં પાંચ ફૂટ ઊંચે ઉડે છે અને જમીન પર પટકાય છે, જ્યારે ટાયર પર પગ રાખીને ઉભો રહેલો વ્યક્તિ પણ નીચે પડી જાય છે.

  મહત્વની વાત એ છે કે, આ દુર્ઘટના સમયે એક બાળક બાજુમાં જ ઉભો હતો, પરંતુ તે બચી જાય છે. આ દુર્ઘટનામાં નશીબ જોગે કારીગર અને અન્ય વ્યક્તિને થોડી ઈજા પહોંચે છે પરંતુ જીવ બચી જાય છે. આ વીડિયો જોઈ ભલભલાના રૂવાંટા ઉભા થઈ જાય. પણ કહેવાય છે કે, રામ રાખે તેને કોણ ચાખે, તે અહીં સિદ્ધ થાય છે.
  Published by:kiran mehta
  First published:October 16, 2020, 15:26 pm

  ટૉપ ન્યૂઝ