Home /News /national-international /

mobile battery accident : કચરાના ઢગલામાં આગ લગાડતા મોબાઈલ બેટરીમાં થયો વિસ્ફોટ, બાળકનું મોત

mobile battery accident : કચરાના ઢગલામાં આગ લગાડતા મોબાઈલ બેટરીમાં થયો વિસ્ફોટ, બાળકનું મોત

મોબાઈલ બેટરી બ્લાસ્ટ

mobile battery accident : સિવિલ સબ-ડિવિઝન રોહરુમાં મોટો અકસ્માત સર્જાયો હતો. કચરાના ઢગલામાં આગ લાગતાની સાથે જ વિસ્ફોટ થયો હતો. મોબાઈલની બેટરી કચરાપેટીમાં પડી હતી. જેમાં આગ લાગતાની સાથે જ તેમાં વિસ્ફોટ થયો હતો અને કિશોરને ઇજા પહોંચી હતી. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.

વધુ જુઓ ...
    student fire : સિવિલ સબ-ડિવિઝન રોહરુમાં આગ માટે કચરો સળગાવવાની ઘટના ગામના છોકરાઓ માટે ભારે પડી ગઈ હતી. કચરામાં આગ લાગતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક કિશોરે જીવ ગુમાવ્યો હતો. ઘટના શનિવારે સવારે બશલા પંચાયતના ઝાલ્ટુ ગામની છે. બ્લાસ્ટમાં 12 વર્ષીય કિશોરનું મોત થતાં ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકની ઓળખ અખિલ તરીકે થઈ છે.

    પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અખિલ અને ગામના કેટલાક છોકરાઓએ આગ લગાવવા માટે કચરો એકઠો કર્યો હતો. તેમાં મોબાઈલની બેટરી હતી. આગ લાગતાની સાથે જ બેટરી ફાટતા વિસ્ફોટ થયો હતો. અખિલના ગળામાં બેટરીનો ટુકડો વાગ્યો. અકસ્માતમાં અખિલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.

    મોબાઈલ બેટરીમાં વિસ્ફોટ

    રોહરુના ડીએસપી ચમન લાલે પુષ્ટિ કરી હતી કે માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે જણાવ્યું કે આગ પ્રગટાવતી વખતે અકસ્માત થયો હતો. આગ લાગતા કચરાના ઢગલામાં મોબાઈલની બેટરી પણ પડી હતી. આગ લાગતાની સાથે જ મોબાઈલની બેટરી ફાટી ગઈ હતી. આ અકસ્માતમાં કિશોરને ઈજા થઈ હતી. મોબાઈલની બેટરીનો એક ભાગ તેના ગળામાં ઘૂસી જતાં તેની હાલત નાજુક બની ગઈ હતી. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.

    આ પણ વાંચોછત્તીસગઢ OMG : યુવતીએ નાબાલિક યુવકને બંધી બનાવી કર્યો બળાત્કાર, યુવતીની ધરપકડ

    બાળકના મૃત્યુથી ગામ શોકમગ્ન બન્યું

    કિશાર અખિલના મોત બાદ તેના પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશ સંબંધીઓને સોંપી છે. તે જ સમયે, આ મામલે સીઆરપીસીની કલમ 174 હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસ પણ બ્લાસ્ટની ઘટનાની ફોરેન્સિક તપાસ હાથ ધરવાની વાત કરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Mobile blast, હિમાચલ પ્રદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन