નોઈડા : મધ્યપ્રદેશ (MadhyaPradesh)ના નીમચ (Nimach)થી એક જઘન્ય અપરાધ (Heinous crime) પ્રકાશમાં આવ્યો છે. અહીં એક નાના વિવાદ બાદ કેટલાક લોકોએ આદિવાસી યુવક (Tribal youth)ને પહેલા ખુબ જ ખરાબ રીતે માર્યો, ત્યારબાદ તેને ગાડી સાથે બાંધીને ઢસડ્યો (Tied to the cart and slipped). ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો વાયરલ (Video Viral) થયો હતો.
સમાચાર એજન્સી ANIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર અધિક પોલીસ અધિક્ષકને ટાંકીને લખ્યું, 'મધ્યપ્રદેશ: નીમચમાં ચોરીની શંકામાં 1 વ્યક્તિને માર મારવામાં આવ્યો. અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, “મૃતકને વાહનની પાછળ બાંધીને ખેંચવામાં આવ્યો હતો. 8 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. 4ને રાઉન્ડઅપ કરાયા. તો મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ટૂંક સમયમાં બાકીની ધરપકડ કરીશું.
કમલનાથે ઉઠાવ્યા પ્રશ્નો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ બાબતે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ શિવરાજ સરકારને ઘેરી છે અને મધ્યપ્રદેશમાં શું થઈ રહ્યું છે તે પૂછ્યું છે. તેમણે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે.
અધિક પોલીસ નિરીક્ષકનું નિવેદન -
પોલીસનું નિવેદન
આદિવાસી યુવકની ઓળખ કન્હૈયા લાલ ભીલ તરીકે થઈ છે
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, માર્યા ગયેલા આદિવાસી યુવકનું નામ કન્હૈયા લાલ ભીલ છે. તે પોતાના સાથી સાથે ગામ કાલાણ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની બાઇક એક સમાજના વ્યક્તિ સાથે અથડાઇ હતી. ત્યારબાદ આ સમાજના લોકોએ આદિવાસી યુવકને લાકડીઓથી માર માર્યો હતો. આ પછી, ક્રૂરતાની હદ વટાવીને, તેઓએ આદિવાસી યુવકને પીકઅપ વાહન પાછળ દોરીથી બાંધી દીધો અને તેને ઘણે દૂર ખેંચી ગયા. આ ઘટનાને અંજામ આપતી વખતે હુમલાખોરોએ પોતે જ તેનો વીડિયો બનાવ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની ટ્વીટ - (નોંધ - વિચલીત કરે તેવો - VIDEO)
ये मध्यप्रदेश में हो क्या रहा है…?
अब नीमच ज़िले के सिंगोली में कन्हैयालाल भील नाम के एक आदिवासी व्यक्ति के साथ बर्बरता की बेहद अमानवीय घटना सामने आयी है ?
मृतक को चोरी की शंका पर बुरी तरह से पीटने के बाद उसे एक वाहन से बांधकर निर्दयता से घसीटा गया, जिससे उसकी मौत हो गयी ? pic.twitter.com/96r1zUQBDs
કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના 26 ઓગસ્ટની છે. પોલીસે આ કેસમાં 8 લોકોના નામ આપ્યા છે. ચિત્રમલ ગુર્જર અને મહેન્દ્ર ગુર્જર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સમયે પીકઅપ ચલાવતા યુવકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસનો દાવો છે કે, ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે.
ગુનેગારોએ જાતે જ પોલીસને જાણ કરી હતી
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ગુનેગારોએ જાતે જ પોલીસને જાણ કરી હતી. તેમણે પોલીસને જણાવ્યું કે, તેમણે એક ચોરને પકડ્યો છે, જે ઘાયલ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવાનને નીમચ હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. આ પછી, વાયરલ વીડિયો દ્વારા સત્ય બહાર આવ્યું કે, આદિવાસી યુવકને રસ્તા પર ઘસેડવામાં આવ્યો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર