બિહાર : ચોરી કરતા રંગેહાથ પકડાયેલા ચોરને ગામલોકોએ મારી નાખ્યો

પોલીસે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. જોકે, હજુ સુધી મૃતકની ઓળખ કરવામાં આવી નથી.

News18 Gujarati
Updated: July 3, 2019, 9:32 AM IST
બિહાર : ચોરી કરતા રંગેહાથ પકડાયેલા ચોરને ગામલોકોએ મારી નાખ્યો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 3, 2019, 9:32 AM IST
પટના :  બિહારમાં વૈશાલીના સરાયમાં ફરી એક વખત મોબ લિન્ચિંગનો મામલો સામે આવ્યો છે. ઘટના પટેરા ગામની છે, અહીં એક ચોરને ચોરી કરતા રંગેહાથ પકડ્યા બાદ ગામના લોકોએ તેની માર મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે ઘટનાસ્થળેથી તાળું તોડવાનું હથિયાર કબજે કર્યું છે.

ઘટના બાદ પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. જોકે, હજુ સુધી મૃતકની ઓળખ કરવામાં આવી નથી.

સરાય પોલીસમથકના ધર્મજીત મહતોએ જણાવ્યું કે, પટેરા ગામના એક ઘરમાં રાત્રે ચોર ઘુસ્યો હતો. તે ચોરી કરીને ભાગે તે પહેલા જ ઘરનો માલિક તેને જોઈ ગયો હતો. ઘરના માલિકે બૂમાબૂમ કરી હતી. જે બાદમાં ગામના લોકોએ ચોરને પકડી લીધો હતો. બાદમાં તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. માર બાદ ચોરનું મોત થઈ ગયું હતું.

નોંધનીય છે કે તાજેતરમાં જ ઝારખંડના જમશેદપુરમાં મોબ લિન્ચિંગનો એક મામલો સામે આવ્યો હતો. 17 જૂનની રાત્રે મૃતક તબરેજ જમશેદપુર સ્થિત પોતાના ફુઆના ઘરેથી પોતાના ગામ કદમડીહા પરત આવી રહ્યો હતો. આ દરમિયાન ધાતકીડીહ ગામના લોકોએ મોટરસાઇકલ ચોરીના આરોપમાં તેને પકડી લીધો હતો અને આખી રાત બાંધીને ફટાકાર્યો હતો. જે બાદમાં સવારે ગામના લોકોએ તેને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે શરૂઆતમાં હોસ્પિટલમાં તેની સારવાર કરાવી હતી અને બાદમાં તેને જેલમાં ધકેલી દીધો હતો. 22 જૂનના રોજ સવારે તબરેજને ગંભીર હાલતમાં જેલમાંથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
First published: July 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...