અમદાવાદ મુંબઈ હાઈવે પર ગુજરાતીઓની હોટલમાં MNSએ કરી તોડફોડ

News18 Gujarati
Updated: March 19, 2018, 5:19 PM IST
અમદાવાદ મુંબઈ હાઈવે પર ગુજરાતીઓની હોટલમાં MNSએ કરી તોડફોડ

  • Share this:
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ રવિવારે મુંબઈના વસઈ ખાતે ગુજરાતીઓની હોટલને ટાર્ગેટ કરી હતી. કાર્યકરોએ હોટલનું બોર્ડ તોડી પાડ્યું હતું. આ પહેલા શિવાજી પાર્ક ખાતે કાર્યકરોને સંબોધતા મનસેના સુપ્રીમો રાજ ઠાકરેએ 2019ની ચૂંટણી પહેલા 'મોદી મુક્ત ભારત' કરવાનું આહવાન કર્યું હતું. મનસે પ્રમુખ મરાઠીઓના નવા વર્ષ ગુડી પડવા નિમિત્તે ભાષણ આપી રહ્યા હતા.

રાજ ઠાકરેના નિવેદન બાદ મુંબઈ અમદાવાદ હાઈવે પર આવેલા વિવિધ ગુજરાતી ઢાબાઓને મનસેના કાર્યકરોએ નિશાન બનાવ્યા હતા. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે મનસેના કાર્યકરોએ ગુજરાતીઓની પ્રોપર્ટીઓને ટાર્ગેટ કરી છે. આ પહેલા જુલાઈ 2017માં પણ દાદર ખાતે આવેલી ગુજરાતીની જ્વેલરી શોપ વિરુદ્ધ મનસેએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં માહિમ ખાતે આવેલી એક હોટલ પરથી ગુજરાતીમાં લગાવવામાં આવેલું બોર્ડ ઉતારી લેવા માટે દેખાવ કર્યા હતા.

ગુજરાતી ઢાબા પર હુમલા અંગે કોણે શું કહ્યું?

મુંબઈ અમદાવાદ હાઈવે પર મનસે દ્વારા ગુજરાતીઓના ઢાબા પર કરવામાં આવેલી તોડફોડ અંગે કોંગ્રેસના નેતા સંજય નિરુપમે કહ્યું હતું કે દેશને મોદી મુક્ત કરવાનો છે. આ માટે કોઈ પણ જાતિ-ધર્મ કે ઢાબા પર હુમલો કરવામાં આવે તે ખોટું છે. કોંગ્રેસ પાર્ટી આ પ્રકારની ગુંડાગીરીનો વિરોધ કરે છે. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે કહ્યું હતું કે મોદી મુક્ત ભારત માટે ગુજરાતને નિશાન બનાવવામાં આવે તે વાત અયોગ્ય છે. હું ઘટનાની નિંદા કરું છું.

મનસુખ માંડવિયાનું નિવેદન

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મનસેના કાર્યકરો દ્વારા ઢાબાઓમાં કરવામાં આવેલી તોડફોડની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજકીય લડાઈ રાજકીય રીતે જ લડવાની હોય છે. મનસે દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્વકનું છે. અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ.હું આ બાબતનો વિરોધ કરું છું: ભરતસિંહ સોલંકી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ મુંબઈની ઘટના પર કહ્યું હતું કે, ગુજરાતીઓના ઢાબાઓમાં કરવામાં આવેલી ઘટના શરમજનક છે. મનસેના નેતાઓ મોદી સામે લડવા માંગે છે, પરંતુ આ માટે ગુજરાતના લોકોને નિશાન બનાવવામાં આવે તે ખોટી વાત છે. હું આ વાતનો વિરોધ કરું છું.
First published: March 19, 2018, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading