રાજસ્થાનના બે ધારાસભ્યોના મોતને પગલે રાજ્યના ધારાસભ્યોમાં એક જાતનો ડર પ્રવેશી ગયો છે. ધારાસભ્યોને લાગી રહ્યું છે કે તેમના સચિવાલય ભવનમાં નકારાત્મક ઉર્જા અને આત્માઓનો વાસ છે. આનાથી છૂટકારો મેળવવા માટે ધારાસભ્યો હવે હવન અને અન્ય ધાર્મિક કાર્યક્રમો કરવાની માગણી કરી રહ્યા છે.
નાગૌરના બીજેપીના ધારાસભ્ય હબીબુર રહેમાને જણાવ્યું કે, તેમણે આ અંગે મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે બિલ્ડિંગમાં હવન કરાવવાનું સૂચન કર્યું છે. આવું કરવાથી આસપાસનું વાતાવરણ પવિત્ર કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે જે જમીન પર સચિવાલયનું બિલ્ડિંગ બનેલું છે તેના પર પહેલા કબ્રસ્તાન અને સ્મશાન હતું. જેના કારણે અહીં ખરાબ આત્માઓ હાવી થઈ રહી છે.
ચીફ વ્હીપ કલૂ લાલ ગર્જરે પણ ભાજના ધારાસભ્યોના આકસ્મિક મોતના કેસમાં સભ્યો વચ્ચે આશંકા વ્યક્ત કરી હતી કે સચિવાલય પર ખરાબ આત્માઓનો પડછાયો છે.
નોંધનીય છે કે નાથદ્વારાના ધારાસભ્ય કલ્યાણ સિંહનું બુધવારે મોત થઈ ગયું હતું. જ્યારે મંડલગઢના કીર્તિ કુમારીનું ગયા વર્ષે સ્વાઇન ફ્લૂથી મોત થઈ ગયું હતું.
રાજસ્થાન સચિવાલય ભવનનું નિર્માણ વર્ષ 2001માં કરવામાં આવ્યું હતું. હાલમાં તેની નજીક એક સ્મશાન પણ આવેલું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર