કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું કે, એમ.જે. અકબર લગાવવામાં આવેલા યૌન શોષણનાં આરોપો વિશે કોઇ ટિપ્પણી કરવાનું ટાળ્યું પણ તેમણે એટલું કહ્યું કે, “જે મહિલાઓએ આ યૌન શોષણ સામે બોલવાની હિંમત કરી છે તેમને ન્યાય મળવો જોઇએ”.
સમગ્ર દેશમા મી ટૂ કેમ્પેઇને જોર પકડ્યુ છે અને મહિલા પત્રકારોએ ભૂતપૂર્વ તંત્રી અને હાલમા નરેન્દ્ર મોદી સરકારનાં વિદેશ રાજ્ય મંત્રી એમ.જે અકબર પર યૌન શોષણનાં ગંભીર આરોપો લગાવ્યાં છે. એમ.જે.અકબર જ્યારે અખબારનાં તંત્રી હતા ત્યારે તેમણે આ મહિલાઓ પર યૌન શોષણ કર્યાના આરોપ છે.
સ્મૃતિ ઇરાનીએ આ મામલે કહ્યું કે, જે વ્યક્તિ પર આરોપ થયો છે તે પોતે આ મુદ્દે જવાબ આપે એ યોગ્ય છે. હું આ મુદ્દે નિવેદન આપુ તે યોગ્ય નથી. કેમ કે, જે ઘટના બની ત્યારે હું ત્યાં હાજર નહોતી પણ જે વ્યક્તિ પર આરોપ લાગ્યા છે તે વ્યક્તિ જ આ મુદ્દે જવાબ આપે તે યોગ્ય છે”.
સ્મૃતિ ઇરાનીએ લોકોને વિનંતી કરતા કહ્યું કે, જે મહિલાઓ યૌન શોષણનો ભોગ બની છે તે ખુલીને અવાજ ઉઠાવે છે, તો તેમની મજાક-મશ્કરી ન કરો. પીડિતાઓની મજાક ન કરો. આ વાત હું, વારંવાર કહી રહી છું.
સ્મૃતિ ઇરાનીએ એમ પણ કહ્યું કે,મહિલાઓ સ્વમાનભેર જીવન જીવવા માટે કમાવવા માટે કામ કરવા જાય છે, નહી કે તેનું શોષણ કરાવવા માટે.
“હું કહું છું કે, જે મહિલાઓને તેમના વ્યવસાયિક જિંદગી દરમિયાન જે શોષણ થયું છે તેની સામે બોલવા માટે બહુ હિંમત કરવી પડી હશે. આ તમામ મહિલાઓને સમાજ દ્વારા ટેકો મળી રહ્યો છે એ મહત્વનું છે” સ્મૃતિ ઇરાનીએ વધુમાં જણાવ્યું હતું.
જો કે, જે મંત્રી પર આરોપ લાગ્યા છે તે એમ.જે. અકબરે હજુ સુંધી આ આરોપો વિશે તેમની પ્રતિક્રિયા આપી નથી.