MeToo: એમ.જે. અકબરે કહ્યું, તમામ આરોપો ખોટા, કાયદાકીય પગલા લઇશ

વિદેશ રાજ્યમંત્રી અને પૂર્વ પત્રકાર અકબરે વધુમાં જણાવ્યું કે, જે મહિલા પત્રકારોએ તેમના પર યૌન શોષણનાં આરોપ લગાવ્યાં છે તેમની સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરશે અને તેમના વિરુદ્ધ તેઓ કેસ દાખલ કરશે

વિદેશ રાજ્યમંત્રી અને પૂર્વ પત્રકાર અકબરે વધુમાં જણાવ્યું કે, જે મહિલા પત્રકારોએ તેમના પર યૌન શોષણનાં આરોપ લગાવ્યાં છે તેમની સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરશે અને તેમના વિરુદ્ધ તેઓ કેસ દાખલ કરશે

  • Share this:
    યૌન શોષણના આરોપનો સામનો કરી રહેલા કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબર તેમના વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા છે અને તેમણે એવું નિવદેન આપ્યું છે કે, તેમની સામે કરવામાં આવેલા તમામ આરોપો ખોટા છે, ઉપજાવી કાઢેલા છે.

    વિદેશ રાજ્યમંત્રી અને પૂર્વ પત્રકાર અકબરે વધુમાં જણાવ્યું કે, જે મહિલા પત્રકારોએ તેમના પર યૌન શોષણનાં આરોપ લગાવ્યાં છે તેમની સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરશે અને તેમના વિરુદ્ધ તેઓ કેસ દાખલ કરશે. અકબરે કહ્યું કે, 2019ની લોકસભાની ચૂંટણીઓ પહેલા જ આવા આરોપો કેમ ?આની પાછળ કોઇ એજન્ડા છે ? આ પ્રકારનાં પાયા વિહોણા આરોપોને કારણે મારી શાખને નુકશાન થયું છે.”

    એમ.જે. અકબર ભારત પર્યા પછી એવા પણ સમાચાર આવ્યા કે, તેમણે રાજીનામું ધરી દીધુ છુ. નાઇજીરીયાના પ્રવાસેથી પરત ફરેલી મંત્રી અકબરે પ્રિન્સિપાલ સેક્રેટરી ન્રૂપેન્દ્ર મિશ્રાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે તેવા સમાચાર આવ્યા હતા. જો કે, સરકાર તરફથી આ મામલે કોઇ નિવેદન આવ્યુ નથી.

    સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે #MeToo ચળવળ હેઠળ વિવિધ મહિલાઓએ મંત્રી સામે કરેલી શારીરિક શોષણની ફરિયાદ બાદ મંત્રીનો પક્ષ લેવાનું કામ મુશ્કેલી બની ગયું હતું. મંત્રી સામે સાહિત્ય, મનોરંજન, પત્રકારત્વ, જાહેરાત, વગેરે ક્ષેત્રની મહિલાઓએ આક્ષેપ લગાવ્યા છે. સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે અન્ય મંત્રીઓ સતત એવી ફરિયાદ કરી રહ્યા હતા કે તેમને જાહેર કાર્યક્રમોમાં એમ.જે. અકબર અંગે સવાલ પૂછવામાં આવી રહ્યા છે.

    અકબર પર સૌ પહેલા પ્રિયા રામાની નામની પત્રકારે આક્ષેપ લગાવ્યો હતો. ગયા વર્ષે એક મેગેઝિમાં એમ.જે. અકબરનું નામ લીધા વગર તેણીએ એક લેખ લખ્યો હતો. ગયા અઠવાડિયે પ્રિયાએ જાહેરાત કરી હતી લેખમાં જે વ્યક્તિની ઓળખ છૂપાવવામાં આવી હતી તે એમ.જે.અકબર હતા.

    નોંધનીય છે કે એમ.જે અકબર બીજેપી તરફથી રાજ્યસભાના સભ્ય તેમજ કેન્દ્રમાં રાજ્ય વિદેશ મંત્રી છે. રાજકારણ પહેલા તેઓ પ્રસિદ્ધ અખબાર ધ ટેલિગ્રાફ, એશિયન એજ અને ધ સન્ડે ગાર્ડિયન જેવા અખબારના તંત્રી રહી ચુક્યા છે.
    First published: