Home /News /national-international /

મિઝોરમમાં આ વખતે પહેલી વખત મહિલા લોકસભા ચૂંટણી લડશે

મિઝોરમમાં આ વખતે પહેલી વખત મહિલા લોકસભા ચૂંટણી લડશે

    મિઝોરમના ઈતિહાસમાં પહેલી વખત મહિલા ઉમેદવાર લાલથલામૌની લોકસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. તેમણે કહ્યું છે કે, આ પગલુ મે ભગવાનના ઈશારા પર ભર્યું છે. તે મિઝોરમમાં એનજીઓ દ્વારા યહુદી સમુદાયના લોકોના કલ્યાણ માટેનું કાર્ય કરે છે. તો બીજી બાજુ નિઝામાબાદ બેઠક પર આ વખતે 185 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 175 ઉમેદવારો મૂળરૂપથી ખેડૂતો છે. આ બેઠક મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની દિકરી કવિતાની છે.

    સરકાર પ્રત્યે નારાજગીના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોએ આ બેઠક પરથી દાવેદારી કરી છે જેનાથી તેમની સમસ્યાઓ તરફ લોકોનું ધ્યાન ખેંચી શકાય. ઉમેદવારોની આવડી મોટી સંખ્યાએ ચૂંટણી પંચને પડકાર આપ્યો છે કારણ કે ઈવીએમમાં ફક્ત 64 નામોનો સમાવેશ કરી શકાય તેમ છે. એવામાં ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરાવવમાં આવશે,જેથી પંચે આવનારા દસ દિવસોમાં 15 લાખ જમ્બો સાઈઝ બેલેટ પેપર પ્રિન્ટ કરાવવા પડશે.

    અહીં ક્લિક કરી વાંચોઃ Big બીનાં 'જુમ્મા-ચુમ્મા' સોન્ગનું શૂટિંગ સ્થળ 'મુકેશ મિલ્સ' થશે બંધ

    મિઝોરામના ઈતિહાસમાં પહેલી વખત એક મહિલા ઉમેદવાર લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. આ ચૂંટણીમાં લાલથલામૌનીનો મુકાબલો પાંચ પુરુષ ઉમેદવારો સાથે હશે. જો કે હાલ અહીંના સાંસદ કોંગ્રેસના 83 વર્ષીય સીએલ રૌલા છે, જે બે વખત જીતી ચુક્યા છે. ગત વર્ષે મિઝોરમની વિધાનસભા ચૂંટણીમાં 15 મહિલા ઉમેદવારો ઉતરી હતી. લાલથલામૌની પણ તેમાથી એક છે, જેને ચૂંટણીમાં ફક્ત 69 મત જ મળ્યા હતા. 2.63 વર્ષીય લાલથલામૌનીએ કહ્યું, મેં આ પગલુ ભગવાનના ઈશારા પર ભર્યું છે. મારો પડકાર મિઝોરમની મહિલાઓ માટે પણ છે. અમારી પાસે કોઈ પણ રાજકીય પ્રતિનિધિત્વ નથી. અમે દુનિયા સામે અમારી ઓળખાણ લઈને વાત કરીએ છીએ.

    નિઝામાબાદનું પ્રતિનિધિત્વ તેલંગાણાના રાષ્ટ્ર સમિતિના કે. કવિતા કરી રહ્યા છે. જે મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની દીકરી છે. અહીં 185 ઉમેદવારોમાંથી 175 હળદર ખેડૂતો છે. જેઓ સરકારના વલણથી ખૂબ નારાજ છે. તેનું કારણ છેલ્લા એક દશકાથી હળદરના ભાવ ઘટવાનું છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર આ વિશે કોઈ પગલાં નથી લઈ રહી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Lok sabha election 2019

    આગામી સમાચાર