ગુવાહાટી: મિઝોરમમાં શાકભાજી વેચીને ગુજરાન ચાલવતા પરિવારની દિકરીએ ધોરણ 10ની પરીક્ષામાં ટોપ કર્યું છે.
મિઝોરમની 16 વર્ષની લાલરીનુગીં હજુ થોડા દિવસો પહેલા રસ્તા પર તેના માતા-પિતા સાથે શાકભાજી વેચતી હતી પણ જ્યારે રાજ્યની હાઇસ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું તો સૌ કોઇ તેને અભિનંદન આપવા લાગ્યાં. તે મિઝોરમનાં અઝાવલમાં રહે છે.
તેણીએ પરીક્ષામાં 97.2 ટકા માર્ક્સ હાંસલ કર્યા છે. તેણીએ 500 ગુણમાંથી 486 ગુણ મેળવ્યા હતા. તેના ગામની તે પહેલી વ્યક્તિ છે કે જેણે આ સિદ્ધિ હાંસલ કરી હોય.
ન્યૂઝ18 સાથે વાતચીત કરતા તેણીએ જણાવ્યું કે, તેની ગરીબીએ તેને વધારે મહેનત કરવા માટે પ્રેરણા આપી.
તેણીએ કહ્યું, મારા માતા-પિતાએ અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દીધેલો છે. તેમની પાસે જમીનનો ટૂકડોય નથી. લોકો પાસેથી તે શાકભાજી ખરીદીને બજારમાં વેચે છે. તેમની મહેનત જોઇ મને પ્રેરણા મળી,”.
મહત્વની વાત છે કે, અભ્યાસ દરમિયાન લાલરીનુગીંને ઘણી વખત ક્લાસ છોડીને પરિવારને મદદરૂપ થવા માટે દૂધ વેચવું પડતું હતુ જેથી કરીને બે ટંકનું ભોજન મળી રહે. તેની ઇચ્છા સિવિલ સર્વિસની પરીક્ષા આપવાની છે પણ પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તે ડોક્ટર બનવા માગે છે અને લોકોની સેવા કરવા માગે છે.
તેણીએ એવું પણ કહ્યું કે, સમાજમાં ગરીબો અને અમિરો વચ્ચેની ખાઇ વધતી રહી છે અને તે દૂર કરવા માટે તે રાજકારણમાં આવવાની ઇચ્છા પણ ધરાવે છે.
તેની આ સફળતા માટે તેના શિક્ષકોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
તેની માતાએ કહ્યું કે, અમારી દિકરી ખુબ પરિપક્વ છે. અને તેની સફળતાનો ગર્વ છે. તેણીએ ખૂબ મહેનત કરી છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર