મિઝોરમ ચૂંટણી પરિણામ સ્પષ્ટ, MNFની 26 બેઠક પર જીત, જોરામથાંગા બનશે CM!

News18 Gujarati
Updated: December 12, 2018, 7:28 AM IST
મિઝોરમ ચૂંટણી પરિણામ સ્પષ્ટ, MNFની 26 બેઠક પર જીત, જોરામથાંગા બનશે CM!
એમએનએફના ચીફ જોરામથાંગા સરકાર બનાવવાનો દાવો કરવા માટે ગવર્નર કુમ્મનમ રાજશેખરનળવા પહોંચી ગયા છે

એમએનએફના ચીફ જોરામથાંગા સરકાર બનાવવાનો દાવો કરવા માટે ગવર્નર કુમ્મનમ રાજશેખરનળવા પહોંચી ગયા છે

  • Share this:
મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન થયું હતું. કુલ 40 સભ્યોની વિધાનસભામાં એમએનએફે 26 બેઠકો પર જીત મેળવી છે. ત્યારબાદ મિઝોરમના મુખ્યમંત્રી લલ થનહવલાએ ગવર્નરને રાજીનામું સોંપી દીધુ છે અને કહ્યું કે, આ ખુબ નિરાશાજનક છે. મને તેની આશા ન હતી. તો આ બાજુ એમએનએફના ચીફ જોરામથાંગા સરકાર બનાવવાનો દાવો કરવા માટે ગવર્નર કુમ્મનમ રાજશેખરનને મળવા પહોંચી ગયા છે.

એમએનએફ ચીફ જોરામથાંગાએ કહ્યું કે, અમે ગઠબંધનની સરકાર નહી બનાવીએ. કારણ કે, અમારી પાર્ટી એકલા હાથે સરકાર બનાવી શકે છે. અમારી પાસે 40માંથી 26 સીટ છે. અમે એનઈડીએ (ઉત્તર-પૂર્વ લોકતાંત્રિક ગઠબંધન) અને એનડીએનો એક ભાગ છીએ, પરંતુ અમે કોંગ્રેસ અથવા યૂપીએમાં સામેલ થવા નથી માંગતા.

બીજેપીનો જાદુ મિઝોરમમાં ચાલ્યો નથી. અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા બીજેપીના કદાવર નેતાઓએ આ વખતે મિઝોરમમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. બીજેપી અહીં કિંગ મેકરની ભૂમિકા નિભાવવા માંગતી હતી, પરંતુ અત્યાર સુધીના વલણ અનુસાર, બીજેપીને માત્ર એક સીટ પર જીત મળી છે. પૂર્વોત્તરનું આ એકમાત્ર રાજ્ય છે, જ્યાં બીજેપીની સરકાર નથી. મિઝોરમ રાજ્યની આબાદી 10 લાખ છે.તમને જણાવી દઈએ કે, મિઝોરમમાં કુલ 40 સભ્યોની વિધાનસભા બેઠકો છે. જેમાંથી એમએનએફએ 26 બેઠક, કોંગ્રેસે 05 બેઠક, બીજેપીએ 1 બેઠક તથા અપક્ષ ઉમેદવારોએ 8 બેઠક પર જીત મેળવી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 34 બેઠક જીતી હતી, જ્યારે મુખ્ય વિપક્ષ મિઝો નેશનલ ફ્રંટે (એમએનએફ)ના ખાતામાં પાંચ અને મિઝોરમ પિપુલ્સ કાંન્ફેંસને 1 બેઠક મળી હતી.
First published: December 11, 2018, 8:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading