Earthquake : મિઝોરમના ચમ્ફાઇમાં 4.6 તીવ્રતાનો ભૂકંપ, લોકો ડરના માર્યા ઘરમાંથી બહાર ભાગ્યા

News18 Gujarati
Updated: July 3, 2020, 4:44 PM IST
Earthquake : મિઝોરમના ચમ્ફાઇમાં 4.6 તીવ્રતાનો ભૂકંપ, લોકો ડરના માર્યા ઘરમાંથી બહાર ભાગ્યા
પ્રતિકાત્મક તસવીર

આ ભૂંકપનો તીવ્ર આંચકો મિઝોરમમાં બપોરે 2:35 વાગે આવ્યો હતો.

  • Share this:
દેશના અલગ અલગ રાજ્યોમાંથી સતત ભૂકંપના આંચકા અનુભવાની ખબર આવી રહી છે. આ વચ્ચે મિઝોરમના ચમ્ફાઇમાં શુક્રવારે બપોરે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો. જેમાં ડરના કારણે લોકો પણ પોતાના ઘરથી બહાર ભાગી નીકળ્યા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપેલી જાણકારી મુજબ રિક્ટર સ્કેલમાં આ ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી ચે. અને અનેક ઘરોની દિવાલો પર તીરાડ પણ પડી છે. આ ભૂંકપનો તીવ્ર આંચકો મિઝોરમમાં બપોરે 2:35 વાગે આવ્યો હતો. અને તેને ચમ્ફાઇની આસપાસના લોકોએ અનુભવ્યો હતો. જો કે હાલ કોઇ જાન માલના નુક્શાનની જાણકારી મળી નથી. સાથે જ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પણ જાણી નથી શકાયું.

નોંધનીય છે કે ગુરુવારે પણ લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલમાં આ ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર 119 કિલોમીટર દૂર કારગિલના ઉત્તર પશ્ચિમમાં હતું. આ ભૂકંપ બપોરે 1:11 વાગે આવ્યો હતો. લદાખમાં એક સપ્તાહમાં આ બીજી વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા 26 જૂને પણ અહીં 4.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયાની થોડી વાર પછી જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે બપોરે 2 વાગે આવ્યા હતા અને તેની તીવ્રતા 3.6 હતી.

વધુ વાંચો : PM મોદીના લેહ પ્રવાસથી ચીનને લાગ્યા મર્ચા, કહ્યું - સીમા પર કોઇ દેશ હાલાત ન બગાડે

વધુમાં તમને જણાવી દઇએ કે હાલ થોડા સમય પહેલા જ દિલ્હીમાં પણ 2 થી 3 ની તીવ્રતા વાળા નાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCR વિસ્તારમાં લોકોને ભૂકંપના આ હળવા આંચકા અનુભવાયા હતા. વધુમાં ગુજરાતમાં પણ થોડા સમય પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે રાજકોટ, અમદાવાદ અને પાટણ વિસ્તારમાં અનુભવાતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા.

આમ કોરોના સંકટની વચ્ચે ભૂકંપના આંચકાની ખબરો પણ સતત આવી રહી છે.
First published: July 3, 2020, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading