Home /News /national-international /મિઝોરમનાં CM પોતે જ ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ન ભરી શક્યા!

મિઝોરમનાં CM પોતે જ ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ન ભરી શક્યા!

મિઝોરમનાં મુખ્યમંત્રી

મિઝોરમમાં નવેમ્બર 28નાં રોજ મતદાન છે. મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકો છે. હાલ આ રાજ્યમાં કોંગ્રેસનું સાશન છે.

    મિઝોરમમાં અસામાન્ય પરિસ્થિતિ ઉભી થતા ત્યાનાં મુખ્યમંત્રી લાલ થાન્હાવલા પોતે જે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ના ભરી શક્યા. તેઓ પોતે મિઝોરમમાંથી બે વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા.

    મિઝોરમમાં લોકોએ રાજ્યનાં ચૂંટણી કમિશ્નરને હટાવવાની માંગ સાથે જોરશોરથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ચુંટણી પંચનાં કાર્યાલય સામે લોકોનું વિરોધ પ્રદર્શન ચાલુ જ છે.

    અધિક નાયબ કમિશ્નર ચોહુનુમાએ જણાવ્યું કે, અસામાન્ય સ્થિતિ ઊભી થતા મુખ્યમંત્રીએ ઉમેદવારી પત્ર ભરવાનો પ્લાન બદલવો પડ્યો હતો. મુખ્યમંત્રી પર કોઇએ દબાણ નથી કર્યુ કે, તેઓ તેમનું ઉમેદવારી પત્ર ના ભરે પણ એ તેમની વ્યક્તિગત પસંદગી હતી.

    મિઝોરમમાં ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ ત્યાંના મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.બી. શંશાકને દૂર કરવાની માંગણી કરી રહ્યા છે. લોકોનો એવો આક્ષેપ છે કે, મુખ્ય ચૂંટણી કમિશ્નર કેટલાક ચોક્કસ મતદાર જુથો સામે તેઓને ભેદભાવભર્યુ વતર્ન કરે છે. લોકોએ ગૃહ સચિવ લાલનુમાવિયોને પણ હોદ્દા પરથી હટાવવાની માંગણી કરી છે.
    મિઝોરમનાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવવાની માંગણી કરી હતી અને આ પત્રમાં તેમણે લખ્યું હતું કે, મિઝોરમનાં લોકોએ તેમના પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે”.

    કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: ફરી ચૂંટશો તો વિદ્યાર્થીઓને લેપટોપ મફત

    મિઝોરમમાં નવેમ્બર 28નાં રોજ મતદાન છે. મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકો છે. હાલ આ રાજ્યમાં કોંગ્રેસનું સાશન છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Mizoram, Polls, Transparency, સીઇઓ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन