‘મારા કેબિનેટ મંત્રી હિન્દી નથી સમજતા’ મિઝોરમના CMએ અમિત શાહને મુખ્ય સચિવ બદલવા કરી વિનંતી

સીએમ જોરમથંગા પણ એડિશનલ સેક્રેટરી રામથંગાને નવા મુખ્ય સચિવ બનાવવા માગે છે. (Photo- Twitter/@ZoramthangaCM)

CM Zoramthanga’s Letter to HM Amit Shah: ઉત્તર પૂર્વીય રાજ્ય મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાએ કહ્યું છે કે, મિજો ભાષા ન જાણનારો અધિકારી પ્રભાવી નહીં રહે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય તરફથી જુદા જુદા આદેશ જારી હોવાના કારણે મુખ્ય સચિવોની સંખ્યા બે થઈ ગઈ છે.

  • Share this:
    અઈઝોલ. મિઝોરમ (Mizoram)માં રાજ્યના મુખ્ય સચિવ (State Chief Secretary)ના પદને લઈને મુશ્કેલી ઊભી થઈ છે. ઉત્તર પૂર્વીય રાજ્યના મુખ્યમંત્રી જોરમથંગાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ભાષામાં પડતી તકલીફનો હવાલો આપીને આદેશમાં સુધારો કરવા અને મુખ્ય સચિવને બદલવાની અપીલ કરી છે. સીએમનું કહેવું છે કે, રાજ્યમાં મિજો ભાષા ન જાણનારા અધિકારી અસરકારક નહીં રહે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય તરફથી જુદા જુદા આદેશ જારી હોવાના કારણે મુખ્ય સચિવોની સંખ્યા બે થઈ ગઈ છે.

    કેન્દ્ર સરકારે 28 ઓક્ટોબરે AGMUT કેડરના 1988 બેચના IAS અધિકારીને 1 નવેમ્બરથી મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા હતા. આ જ દિવસે રાજ્ય સરકાર તરફથી જારી આદેશમાં જેસી રામથંગાને મુખ્ય સચિવ તરીકે કાર્યભાર સંભાળવા માટે કહેવામાં આવ્યું હતું. સીએમ જોરમથંગા પણ અધિક સચિવ રામથંગાને નવા મુખ્ય સચિવ બનાવવા માંગે છે. 29 ઓક્ટોબરે તેમણે આ સંબંધમાં ગૃહમંત્રાલયને પત્ર લખ્યો હતો.

    એનડીટીવી અનુસાર, જોરમથંગાએ કહ્યું છે કે, અહીં મિજો ભાષા ન જાણનારો અધિકારી અસરકારક નહીં રહે. તેમણે પત્રમાં લખ્યું કે, મારો કોઈ કેબિનેટ મંત્રી હિન્દી ભાષા નથી સમજતો, મોટાભાગના મિજો લોકો પણ હિન્દી નથી જાણતા અને અમુક લોકોને અંગ્રેજી સાથે પણ પ્રોબ્લેમ છે. આ બેકગ્રાઉન્ડ સાથે મિજો ભાષાની જાણકારી વિનાના મુખ્ય સચિવ ક્યારેય પણ અસરકારક અને કુશળ સચિવ નહીં બની શકે.

    આ પણ વાંચો: ભોપાલમાં મોટી દુર્ઘટના: કમલા નહેરુ હોસ્પિટલમાં આગ લાગવાથી ચાર બાળકોના મોત, માસૂમો દાઝ્યા

    તેમણે લખ્યું હતું કે, આ તથ્યના કારણે જ્યારથી મિઝોરમ રાજ્ય બન્યું છે ત્યારથી ભારત સરકારે ક્યારેય પણ એવા મુખ્ય સચિવ નિયુક્ત નથી કર્યા, જેમને મિજો ભાષા ન આવડતી હોય. તેમણે લખ્યું કે, ચાહે કેન્દ્રમાં યૂપીએ સરકાર હોય કે એનડીએ સરકાર, મિઝોરમ રાજ્ય માટે હંમેશા વ્યવસ્થા રહી છે. તેમણે પત્ર દ્વારા અમિત શાહને એ પણ યાદ અપાવ્યું કે, તે શરૂઆતથી જ એનડીએના ભરોસાપાત્ર સાથી રહ્યા છે. તેમણે આ મામલા ઉપર વિચાર થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

    આ પણ વાંચો: Coronavirus Update: દેશમાં ઘટ્યો કોરોનાનો કહેર, 24 કલાકમાં 10,126 નવા કેસ, 332 મૃત્યુ

    મજાક ઉડાવશે કોંગ્રેસ

    રિપોર્ટ અનુસાર જોરમથંગાએ લખ્યું હતું કે, ઉત્તર પૂર્વીય રાજ્યમાંથી માત્ર હું જ એક છું, જે શરૂઆતથી લઈને અત્યાર સુધી NDAનો ભરોસાપાત્ર સાથી રહ્યો હોય. માટે મને લાગે છે કે, NDAની સાથે આ ભરોસાપાત્ર દોસ્તી માટે વિશેષ અહેસાનને પાત્ર છું. તેમણે લખ્યું હતું કે મુખ્ય સચિવનો પ્રસ્તાવ મારા પહેલા કોંગ્રેસ મુખ્યમંત્રીને પણ આપવામાં આવ્યો હતો. સીએમ લખ્યું કે, એવામાં મને જો ના પાડી દેવામાં આવશે તો NDA સાથે વફાદારીપૂર્વક સાથ નિભાવવા માટે કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિપક્ષી દળ મારી મજાક ઉડાવશે. માટે હું તમને આદેશમાં ફેરબદલ કરવા તથા મારો પ્રસ્તાવ સ્વીકાર કરવા માટે અનુરોધ કરું છું.
    Published by:Nirali Dave
    First published: