લોકોને અલગ-અલગ કોવિડ વેક્સીન અપાય? જાણો સરકારનો જવાબ

પ્રતિકાત્મક તસવીર

દેશમાં ચાલી રહેલા કોવિડ વેક્સીનેશન વચ્ચે ઘણા એવા મામલા જોવા મળ્યા છે જ્યાં એક વ્યક્તિને બે અલગ અલગ વેક્સીન આપવામાં આવી છે

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં ચાલી રહેલા કોવિડ વેક્સીનેશન વચ્ચે ઘણા એવા મામલા જોવા મળ્યા છે જ્યાં એક વ્યક્તિને બે અલગ અલગ વેક્સીન આપવામાં આવી છે. આવા કેસ સામે આવ્યા પછી સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું એક વ્યક્તિને આ રીતે વેક્સીન લગાવવી યોગ્ય છે કે નહીં. હવે સરકારે આ વિશે જવાબ આપ્યો છે. નીતિ આયોગના સદસ્ય ડૉ વીકે પોલે કહ્યું કે આવું સંભવ થઇ શકે છે. જો તમે મને પૂછો છો કે કોઇ વ્યક્તિને પ્રથમ ડોઝ કોઇ બીજી વેક્સીન લાગી હોય અને બીજા ડોઝમાં બીજી કોઇ વેક્સીન લગાવી શકે છે. વૈજ્ઞાનિક અને તથ્યાત્મક રૂપથી આ સંભવ છે. જોકે આવી સલાહ ઘણા અધ્યયન કર્યા પછી આપી શકાય છે. આ માટે કોઇ વૈજ્ઞાનિક તથ્ય સામે આવ્યા નથી ફક્ત સમય સાથે જ આ વિશે ખબર પડી શકે છે.

    વીકે પોલે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય સ્ટડી પછી જ ખબર પડી શકે છે. અમારા એક્સપર્ટ્સ સતત સ્ટડી કરી રહ્યા છે. કોઇ વેક્સીનનો એક ડોઝ એન્ટીબોડી બનાવે છે અને વેક્સીનનો બીજો ડોઝ તેને વધારે છે. વૈજ્ઞાનિક રીતે તેમાં કોઇ સમસ્યા નથી.

    આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો, નવા 4205 કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં પણ ઘટાડો

    દેશમાં લાગી રહી છે બે વેક્સીન

    કોવિશીલ્ડ અને કોવેક્સિન આ બે વેક્સીન છે જે દેશના લોકોને આપવામાં આવી રહી છે. બંને વેક્સીનના બે ડોઝ આપવામાં આવી રહ્યા છે. વેક્સીનના બીજા ડોઝને બૂસ્ટર ડોઝ પણ કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની ઘણી એડવાઇઝરીમાં સતત એ ચેતવણી આપી છે કે બીજો ડોઝ તે વેક્સીનનો લો જે વેક્સીન પ્રથમ ડોઝમાં લીધી છે.

    જે સ્ટડીમાં એ કહેવામાં આવ્યું છે કે બંને વેક્સીન મળીને લગાવવી પણ સુરક્ષિત છે. આ સ્ટડી 2600 લોકો પર કરવામાં આવી હતી. આ દરમિયાન બે અલગ અલગ કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક પ્રયોગમાં લોકોને એક ડોઝ ઓક્સફોર્ડ વેક્સીનનો અને બીજો ડોઝ ફાઇઝર વેક્સીનનો આપવામાં આવ્યો હતો. બીજા પ્રયોગમાં લોકોને એક ડોઝ મોર્ડનાનો અને બીજો ડોઝ નોવાવેક્સનો આપવામાં આવ્યો હતો.

    આ ટ્રાયલનો ઉદ્દેશ એ જાણવાનો હતો કે બે અલગ-અલગ વેક્સીન લગાવવી કોવિડ-19 પર સફળ કે નહીં. આ દરમિયાન લોકોની પ્રતિરોધક ક્ષમતાનો ટેસ્ટ કરવામાં આવ્યો અને જાણ્યું કે વેક્સીનના ખરાબ પ્રભાવ વધારે રહ્યા નહીં.
    Published by:Ashish Goyal
    First published: