Home /News /national-international /ટીએમસીના 21 ધારાસભ્યો મારા સંપર્કમાં, પણ ભાજપ સડેલા બટાટા લેવા નથી માગતું- મિથુન ચક્રવર્તી

ટીએમસીના 21 ધારાસભ્યો મારા સંપર્કમાં, પણ ભાજપ સડેલા બટાટા લેવા નથી માગતું- મિથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તી (ફાઈલ ફોટો)

Mithun Chakraborty reaction on TMC: ફિલ્મ અભિનેતાએ અગાઉ કહેલી વાત, ટીએમસીના ધારાસભ્યો મારા સંપર્કમાં છે, આ વાત પર તેઓ હજૂ પણ અડગ છે, જેને લઈને ફરીથી ચર્ચા છંછેડાઈ છે.

    કલકત્તા: ભાજપના નેતા તથા ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી, ટીએમસીના 21 ધારાસભ્યો તેમના સંપર્કમાં હોવાના પોતાના દાવા પર અડગ છે. મિથુને કહ્યું કે, તેમણે પહેલા જે પણ કહ્યું તેની સાથે આજે પણ ઊભા છે. ભાજપ નેતાએ કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું અને ફરીથી કહી રહ્યો છું કે, મેં જે કહ્યું તેની સાથે આજે પણ ઊભો છું, તમે જોતા જાવ. જો કે, મિથુને એવું પણ કહ્યું કે, TMC નેતાઓને પાર્ટીમાં લેવા પર પાર્ટીની અંદર વાંધો છે, કેટલાય નેતાઓએ કહ્યું કે, અમે સડેલા બટાટા નથી લેતા.

    ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તીએ શનિવારે દાવો કર્યો હતો કે, ટીએમસીના 21 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. બોલીવૂડ અભિનેતાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, જૂલાઈમાં કરવામાં આવેલા તેમના દાવ પર અડગ છે કે સત્તાધારી ટીએમસીના 38 ધારાસભ્યો વિપક્ષી દળના સંપર્કમાં છે. જેમાંથી 21 સીધા તેમના સંપર્કમાં છે. ચક્રવર્તીએ ગત વર્ષે થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા.

    આ પણ વાંચો: બિહાર અને બંગાળના અમુક જિલ્લાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાનો પ્લાન? અમિત શાહે સ્થિતિ સ્પષ્ટ કરી

    તેમણે કહ્યું કે, જૂલાઈમાં મેં જે કહ્યું હતું, તેના પર અડગ છું. હજૂ પણ ટીએમસીના 21 ધારાસભ્ય મારા સીધા સંપર્કમાં છે. વિનંતી છે થોડો સમય રાહ જુઓ અને તમે દરેક વાત જાણી જશો. તેમણે કહ્યું કે, હું પાર્ટીની અંદર વિખવાદથી માહિતગાર છું. પણ હું કહેવા માગુ છું કે, હું મૂર્ખ નથી અને આવી ભૂલ હવે રિપીટ નહીં કરું. તેમની સાથે પત્રકાર પરિષદમાં ભાજપની પ્રદેશ કમિટિના પ્રમુખ સુકાંત મજૂમદાર પણ હતા.

    આ અગાઉ વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે, બંગાળમાં ટીએમસી સરકાર પાંચ વર્ષ પોતાનો કાર્યકાળ પુરો કરી શકશે નહીં અને 2024 સુધીમાં સત્તામાંથી બેદખલ થઈ જશે. તો વળી ટીએમસીએ વળતો જવાબ આપતા કહ્યું કે, તેમના ધારાસભ્યો વેચાઈ જનારા નથી. ટીએમસીના પ્રદેશ મહાસચિવ કુણાલ ઘોષે કહ્યું કે, આવી રીતના નિવેદનો લોકોને મૂર્ખ બનાવાની કોશિશ છે. તેને હકીકત સાથે કંઈ લેવાદેવા નથી. મને લાગ છે કે, આ પ્રકારની ટિપ્પણી ભાજપમાં અંદરખાને ડખ્ખા વધારશે.ટીએમસી ધારાસભ્ય ભાજપ નેતાઓની માફક વેચાય તેવા નથી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: BJP MLA, Mithun Chakraborty, West bengal

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन