Home /News /national-international /Mission Swachhta aur Paani: પાણીનું એક એક ટીપું ખૂબ જ કિંમતી, લોકોએ પરિવર્તન લાવવાની જરુર: યોગી આદિત્યનાથ

Mission Swachhta aur Paani: પાણીનું એક એક ટીપું ખૂબ જ કિંમતી, લોકોએ પરિવર્તન લાવવાની જરુર: યોગી આદિત્યનાથ

yogi adityanath (file photo)

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પૃથ્વી માને પણ સ્વચ્છતાના માધ્યમથી સમ્માન આપવાની જરુર છે. આ આપણા સૌનું કર્તવ્ય છે કે આ અભિયાનમાં યોગદાન આપે અને જળ સંરક્ષણનું સમર્થન કરે.

    મુંબઈ: દેશના ટોપ મીડિયા ગ્રુપ Network18 અને હાર્પિક (Harpic) તરફથી વર્લ્ડ ટોયલેટ ડેના અવસર પર આયોજીત 8 કલાકના ભવ્ય ટેલીથોન 'મિશન સ્વચ્છા અને પાણી'માં ડિજિટલ રીતે ભાગ લેતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પાણીનું એક એક ટીપું ખૂબ જ કિંમતી છે. જીવનને સરળ અને સ્વસ્થ બનાવવા માટે સામાન્ય જાગૃતિ જરુરી છે. પૂર્વ સીએમ યોગી આદિત્યનાથે ટેલીથોનમાં કહ્યું કે, હું આ અભિયાન માટે નેટવર્ક 18ને શુભકામના આપું છું...પાણીનું એક એક ટીપું ખૂબ જ કિંમતી છે, જીવનને સરળ અને સ્વસ્થ બનાવવા માટે સામાન્ય જાગૃતિ હોવી જરુરી છે.

    આ પણ વાંચો: વર્લ્ડ ટોઇલેટ ડે: અક્ષય કુમાર સહિત દિગ્ગજોની હાજરીમાં ઉજવાશે 8 કલાકની ભવ્ય ટેલિથોન

    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પૃથ્વી માને પણ સ્વચ્છતાના માધ્યમથી સમ્માન આપવાની જરુર છે. આ આપણા સૌનું કર્તવ્ય છે કે આ અભિયાનમાં યોગદાન આપે અને જળ સંરક્ષણનું સમર્થન કરે. તેમણે કહ્યું કે, પાણીની કમી આવનારા સમયમાં એક બહુ મોટો ખતરો બની શકે છે. પાણી બચાવવા માટે નાગરિકોની સોચમાં પરિવર્તન કરવાની જરુર છે. તેમણે કહ્યું કે, જળ સંરક્ષણ માટે ગામોમાં અમૃત સરોવર અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. નમામિ ગંગ પ્રોજેક્ટે ગંગા નદીને પુનર્જીવિત કરવામાં મદદ કરી છે. તેના પરિણામ ગંગામાં ડોલ્ફિન ફરીથી દેખાવા લાગી છે.

    Network 18 અને હાર્પિક તરફથી આયોજીત ટેલીથોન મિશન સ્વચ્છા અને પાણીમાં યૂપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે, મિશન સ્વચ્છતા અને પાણી કોઈ સામાન્ય પહેલ નથી. આ ન ફક્ત માનવ જાતિ પણ જીવીત પ્રાણીઓ પ્રત્યે દેશની અંદર જવાબદારીની ભાવના સ્થાપિત કરશે. નેટવર્ક 18 અને હાર્પિકના મિશન સ્વચ્છતા અને પાણી ટેલીથોનમાં નીતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાંતે કહ્યુ કે દેશમાં શૌચાલય બનાવવા અને ખુલ્લામાં શૌચને સમાપ્ત કરવાનું મિશન પહેલી વાર ગ્રામિક વિકાસ એજન્ડાને આકાર આપી રહ્યું છે. તેમણે કહ્યું કે, સ્વચ્છતા હકીકતમાં પર્યાવરણની મદદ કરે છે. આ જીવન અને સમાજને પ્રભાવિત કરે છે. લગભગ 25 મિલિયન લોકોને નલનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કાંતે કહ્યું કે, પરિવર્તન લાવવામાં શૌચાલય બનાવવું વિકાસની દિશામાં સૌથી મહત્વનું કામ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: CM Yogi Adityanath

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन