દુનિયામાં દરેક જીવને પાણીની જરૂરિયાત રહે છે. મનુષ્ય માટે તાજા પાણીનો માત્ર 3 ટકા સ્ત્રોત ઉપલબ્ધ છે. પાણી પીવાની સાથે કામો કરવામાં વપરાય છે. જેથી પાણીનું સંરક્ષણ કરવા માટેની ખૂબ જ આવશ્યકતા છે. સંરક્ષણરૂપે પાણીની વ્યવસ્થા માનવ સ્વાસ્થ્યનો એક અનિવાર્ય ભાગ છે. સાર્વજનિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના હેતુથી પાણીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું ખૂબ જ મુશ્કેલ છે. સ્વચ્છ પાણી અને સારી વ્યવસ્થા લાગુ કરવામાં આવે તો તે સમુદાય, સુવિધાઓ, શાળાઓ અને સાર્વજનિક સ્થળો માટે આશીર્વાદરૂપે કાર્ય કરી શકે છે.
દર વર્ષે હજારો લોકો પ્રદૂષિત પાણી, સ્વચ્છતાના અભાવને કારણે બીમારીથી મૃત્યુ પામે છે. ઘર-ઘર સુધી સ્વચ્છ પાણી ન પહોંચવાના કારણે વિશ્વમાં અનેક લોકોને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ પ્રકારની સમસ્યાને કારણે અનેક લોકો તેનું ખરાબ પરિણામ ભોગવી રહ્યા છે. દર વર્ષે અનેક બાળકો પ્રદૂષિત જળને કારણે થતી બીમારીઓથી મૃત્યુ પામે છે.
ગ્રામીણ વિસ્તારમાં ગરીબી હેઠળ જીવન ગુજારતા મોટાભાગના લોકો કૃષિ અને તેની સાથે જોડાયેલા કામો પર નિર્ભર છે. તેઓ પ્રાકૃતિક વાતાવરણ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે, પરંતુ પર્યાવરણમાં થતા બદલાવને કારણે તેઓને જોઇતું પાણી મળતું નથી.
સ્વસ્થ આજીવિકા અને જીવન માટે સ્વચ્છ પાણી માટેનો સ્ત્રોત વિકસાવવા જોઈએ.
· જળ પ્રણાલીને સુરક્ષિત રાખવા માટે તેની યોગ્ય સમજ હોવી જરૂરી છે.
· ગ્રામીણ વિસ્તાર માટે નવા જળ સ્ત્રોતનું નિર્માણ કરવું આવશ્યક છે. સ્થાનિક સમુદાયોએ કૂવા અને બોરવેલનું નિર્માણ કરવું જોઈએ.
· ઉપસ્થિત સ્ત્રોતનો વિકાસ કરવો જોઈએ. પશુઓ માટે નવા પાણીના કુંડનું નિર્માણ કરવું અને સાફ પાણીની વિશ્વસનીય આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે ઉપસ્થિત જળ સ્ત્રોતનો વિકાસ કરવો ખૂબ જ મહત્વની ભૂમિકા પૂર્ણ કરી શકે છે.
· ઘર, શાળા અને સાર્વજનિક સ્થળો પર શૌચાલયના નિર્માણ માટે સમુદાયને સશક્ત કરી શકાય છે.
· જો સ્થાનિક સમુદાય ડ્રિપ સિંચાઈ જેવી જલ સંરક્ષણ પરિયોજનાઓને લાગુ કરે છે તો તે ક્ષેત્રે સ્વચ્છતા નિર્માણ માટે મદદ થઈ શકે છે.
યોગ્ય સ્વચ્છતા માત્ર એક સુવિધા નથી પરંતુ યોગ્ય અને સ્વસ્થ જીવન માટેની ચાવી છે. જળ સંચય અને સંસાધનોના સંરક્ષણ વિશે જાગૃતતા લાવવા માટે ન્યૂઝ 18એ હાર્પિક સાથે મળીને મિશન જળ શરૂ કર્યું છે. જેનો ઉદ્દેશ પ્રાકૃતિક સંસાધનનો સંરક્ષણ કરવાનું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર