liveLIVE NOW

Mission Paani Waterthon : અમિત શાહ અને રાજનાથ સિંહે દેશવાસીઓને ‘જલ પ્રતિજ્ઞા’ લેવાનો આગ્રહ કર્યો

જળસંચનની જાગૃતિ માટે News18 અને હાર્પિક ઇન્ડિયા (Harpic India) દ્વારા Mission Paani કેમ્પેન ચલાવવામાં આવી રહ્યુ છે આ કેમ્પનની શરૂઆત આજે મંગળવારથી થઈ છે, તમે પણ આ કેમ્પેનમાં જોડાઈ અને મિશનનો ભાગ બનો

  • News18 Gujarati
  • | January 26, 2021, 23:11 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 YEARS AGO

    હાઇલાઇટ્સ

    22:33 (IST)

    ગામડામાંથી શહેર તરફ અત્યાધિક પલાયન રોકાવવું જોઈએ. ગામમાં ભૂમિને સાર્થક બનાવવી જોઈએ...શું તમને લાગે છે કે આપણી પાસે લાખો મોટો શહેરોમાં પ્રવાસ માટે સ્થાન છે? : સદગુરુ

    22:33 (IST)
    અભિનેતા રાજકુમાર રાવે કહ્યું - ચલો પાણી બચાવો. આ પહેલા કે ઘણું મોડું થઈ જાય. ફિલ્મ આ સંદેશને ફેલાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે અને હું તેનો ભાગ બનીને ખુશ રહીશ. 

    21:49 (IST)
    ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિશન પાની કાર્યક્રમમાં કહ્યું કે રાજ્યમાં એવું કોઈ શહેર નથી જ્યાં અમારી પાસે જળ નિકાસની વ્યવસ્થા ના હોય. રાજ્યએ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પૂરો ઉપયોગ કર્યો છે.

    21:47 (IST)

    યોગી આદિત્યનાથે કહ્યું કે- પ્રધાનમંત્રીએ નમામિ ગંગે પરિયોજનાના માધ્યમથી પવિત્ર ગંગા નદીને સ્વચ્છ કરવાનો સંકલ્પ લીધો છે. આ પ્રયત્નમાં યૂપીને પણ જવાબદારી લેવી પડશે કારણ કે રાજ્યમાં અધિકાંશ નદીમાં પાણી વહે છે અને રાજ્ય સરકારે આ પરિયોજનાને પૂરા જોશ સાથે લાગુ કરી છે.

    21:45 (IST)
     ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આપણા જીવનમાં પાણી હંમેશા જરૂરી રહેશે અને યૂપીના લોકોને પાણીના સંરક્ષણનો સંકલ્પ લેવાની અપીલ કરું છું.

    21:33 (IST)
    અમિત શાહે કહ્યું કે આપણી સભ્યતા નદીઓની આસપાસ વધી છે. જેથી આપણી સભ્યતામાં નદીઓને માતા કહેવામાં આવી છે. તે પછી ગંગા, ગોદાવરી, નર્મદા કે યમુના હોય. આપણી સભ્યતા આ નદીઓની આસપાસ વધી છે. ભારતમાં ઝીલ અને તળાવના માધ્યમથી જળ સંરક્ષણની એક લાંબી પરંપરા છે પણ હાલના દિવસોમાં સરકારો અને લોકોએ નદીઓની સાથે-સાથે પરંપરાઓની પણ ઉપેક્ષા કરી છે. અમિત શાહે લોકોને આ અભિયાન સાથે જોડાવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે દેશવાસીઓને પાણી બચાવવાની અપીલ કરું છું અને મને આશા છે કે મિશન પાનીની પહેલ લોકોને પાણીના સંરક્ષણના મહત્વને સમજાવશે.

    21:24 (IST)
    દેશના ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે મિશન પાની ભારતમાં જલ સંરક્ષણ પર સકારાત્મક પ્રભાવ પાડશે અને આ જળ સંરક્ષણ માટે ભારત સરકારની દ્રષ્ટીના અનુરુપ પણ છે. હું દિલથી મિશન પાની ટીમને આ સંભવ બનાવવા માટે અભિનંદન પાઠવું છું.

    21:23 (IST)
     
    કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે જ્યારે હું કોલસા મંત્રી હતો ત્યારે અમે ગામમાં વિતરિત કરવા માટે પાણીનું પ્રસંસ્કરણ શરૂ કર્યું હતું. તેને સંસાધિત કરવું મોંઘું હતું પણ અમે આ નિર્ણય કર્યો હતો. અમે પાણીને શુદ્ધ બનાવ્યું. અમારી પાસે વર્તમાન રેલવે સ્ટેશનોમાં વરસાદના જળ સંચયન માટે સ્થાન નથી પણ આપણે ભવિષ્યમાં નવા રેલવે સ્ટેશનોમાં આવું કશું કરીશું. 

    20:38 (IST)
    મિશન પાની કાર્યક્રમ અંતર્ગત ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર ટ્રેડ મિલ પર 21 કિલોમીટર ચાલ્યો. પાણીની શોધમાં દર કલાકે કલાકો પગપાળા ચાલનારા લોકો પ્રત્યે એકજુટતા બતાવવા માટે અક્ષય કુમારે આ ચેલેન્જ પુરી કરી હતી

    Mission Paani Waterthon LIVE Updates: આજે ભારત જ નહીં પરંતુ ત્રીજા વિશ્વના તમામ દેશ દુષ્કાળ અને જળસંકટથી પરેશાન છે. આજે માણસ મંગળ ગ્રહ પર પાણીની શોધમાં લાગેલો છે. ભારત સહિતના અનેક વિકાસશીલ દેશોના અનેક ગામમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી. આ સમસ્યાથી લોકોને બચાવવા માટે અને પાણીના સંચય અને તેની જાગૃતિ માટે News18 દ્વારા હાર્પિક ઇન્ડિયા ((Harpic India) સાથે મળી મળી અને Mission Paani કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પેન અંતર્ગત રાજકારણ, ફિલ્મી તેમજ મનોરંજન દુનિયાના અનેક સેલિબ્રિટીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

    મિશન પાની વોટરથોનમાં સંગીતકાર એ.આર. રહેમાન, મલ્લિકા સારાભાઇ, પ્રસૂન જોશી, સદગુરૂ, એચ.એચ.ચિદાનંદ સ્વામી, અભિનેતા રાજકુમાર રાવ, મંદિરા બેદી, નેહા ધૂપિયા, દિયા મિર્ઝા, ગુલ પનાગ, ભૂમિ પેડનેકર, ચેઝ માસ્ટર વિશ્વનાથન આનંદ અને સ્મૃતિ મંધાના જોડાયા છે.

    આપ પણ આ અભિયાનમાં જોડાઓ અને પાણીના સંચયની પ્રતિજ્ઞા લો