Home /News /national-international /Mission Paani Waterthon: અક્ષય કુમારે જણાવ્યું કે કેવી રીતે પાણીએ બચાવ્યો હતો તેનો જીવ

Mission Paani Waterthon: અક્ષય કુમારે જણાવ્યું કે કેવી રીતે પાણીએ બચાવ્યો હતો તેનો જીવ

અક્ષય કુમાર.

News18 Mission Paani: લોકોમાં પાણીને બચાવવા પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે ન્યૂઝ18 ઇન્ડિયા અને હાર્પિક ઇન્ડિયા (Harpic India) તરફથી અનોખી પહેલી શરૂ કરવામાં આવી છે.

નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે (Bollywood actor Akshay Kumar) ન્યૂઝ18ના ખાસ કાર્યક્રમ મિશન પાની (Mission Paani)માં ભાગ લેતા જણાવ્યું હતું કે, પાણીને કારણે તેમનો જીવ બચ્યો હતો. અક્ષય કુમારે કહ્યુ કે સ્લિપ ડિસ્કને કારણે તેમને મુશ્કેલી ખૂબ વધી ગઈ હતી. આથી તેમણે હાઇડ્રોથેરપી (Hydrotherapy) લીધી હતી. ઉલ્લેખનીય છે કે ન્યૂઝ18 ઇન્ડિયાએ હાર્પિક સાથે મળીને આ દિવસોમાં મિશન પાની નામની પહેલ કરી છે. આનો ઉદેશ્ય છે કે લોકોને પાણી બચાવવા માટે પ્રોત્સાહિત કરવા. અક્ષય કુમાર આ કેમ્પેનના એમ્બેસેડર છે. આ કેમ્પેનની થીમ છે 'પાનીની કહાની ભારતની જુબાની.' આ કાર્યક્રમમાં લોકો દેશભરમાં પાણીની કટોકટી અંગે ચર્ચા કરી રહ્યા છે.

અક્ષય કુમારે આ કાર્યક્રમમાં પાણીને બચાવવાની અને હાઇડ્રોથેરપી અંગે વાત કરી હતી. હાઇડ્રોથેરપી પાણીથી કરવામાં આવતી એક થેરપી છે. જેનો ઉપયોગ ઈજાને મટાડવા માટે થાય છે. તેમણે કહ્યુ કે 1990ના વર્ષમાં સ્લિપ ડિસ્કને કારણે તેમને ખૂબ પરેશાની થઈ હતી. જે બાદમાં હાઇડ્રોથેરપીથી તેઓ સંપૂર્ણ સાજા થયા હતા.

અક્ષય કુમારે જણાવ્યું કે, જ્યારે કોઈ સારવાર કામ આવી રહી ન હતી ત્યારે ડૉક્ટરોએ તેમને હાઇડ્રોથેરપીની સલાહ આપી હતી. આ થેરપી અંગે અક્ષય કુમારે જણાવ્યું કે, "આ પ્રક્રિયા પાણીમાં કામ કરવા માટે મજબૂર કરે છે. આ પ્રક્રિયામાં પાણીની અંદર જ દોડવું, ચાલવું કે વ્યાયમ કરવામાં આવે છે. આના કારણે શરીર પર વજન વધવાનો તણાવ ઓછો થાય છે."

મિશન પાનીમાં શામેલ થયેલા કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે, "ભૂજળની જાળવણી આપણી ફરજ છે. આ ઉપરાંત લોકોને પીવા માટે શુદ્ધ પાણી પૂરું પાડવું એ અમારી જવાબદારી છે." સ્વાસ્થ્ય મંત્રીએ આ સાથે જ સરકારની Water Technology Initiative અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આનો ઉદેશ્ય ટેક્નોલોજીની ઉપયોગ કરીને આખા દેશમાં લોકો માટે પાણી ઉપલબ્ધ કરાવવાનો છે.
First published:

Tags: Harpic, Mission Paani, અક્ષય કુમાર, ન્યૂઝ18, બોલીવુડ