Mission Paani: ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ રેન વૉટર હાર્વેસ્ટિંગ દરેક ઘરમાં હોય, તે વાત પર ભાર મૂક્યો

ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ

Mission Paani ના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડૂએ કહ્યું કે નીતિ આયોગે જણાવ્યું છે કે 2030 સુધીમાં ભારતમાં પીવાના પાણીની તંગી પડી શકે છે. આ સ્થિતિ ચિંતાજનક છે. હવે 'ચાલશે' તેવો વલણ નહીં ચાલે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં જળ સંરક્ષણને લઇને Network 18ની ખાસ પહેલ મિશન પાણીની ચારે બાજુ સરાહના થઇ રહી છે. ગુરુવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુએ કહ્યું કે અન્ય સમાચાર ચેનલોએ પણ પાણી પર આ રીતનું અભિયાન ચલાવવું જોઇએ. તેમણે કહ્યું કે પાણી પ્રત્યે આપણે તે વલણથી બચવું જોઇએ કે 'આવું તો ચાલતું રહે' પાણીની યોગ્ય પ્રબંધ પર ભાર આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે અમારી પ્રાથમિકતા તે હોવી જોઇએ કે તમામને સમાન રીતે સ્વચ્છ પાણી મળે.

    ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તમામ માટે વર્ષા જળસંચય માટે ખાડા ખોદવા અનિવાર્ય કરવું જોઇએ. CNN ન્યૂઝ 18ની રીતે અન્ય ચેનલોએ પણ આ પ્રકારની પહેલની શરૂઆત કરવી જોઇએ. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આપણી આવનારી પેઢીઓને બચાવવા માટે દરેક નાગરિકે જળ યૌદ્ધા બનવું પડશે. અને પાણીના દરેક ટીપાને બચાવવું પડશે. આપણે સામૂહિક કાર્યવાહી કરવી પડશે.

    એમ. વૈંકેયા નાયડુએ કહ્યું કે આ માટે આપણે એકસાથે આગળ આવવાની જરૂર છે. આપણે ઘર, ઓફિસમાં પાણીનો વેડફાટ ન થાય તે માટે પ્રયાસ કરવો જોઇએ. રેન હાર્વેસ્ટિંગ પર જોર આપવું જોઇએ. દેશ અને સમાજ પ્રતિ પોતાની જવાબદારી નિભાવો. જળને વ્યર્થ ન જવા દો. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આ કામ ખાલી સરકારનું નથી. આપણે સામૂહિક રીતે આ મામલે આગળ આવવું જોઇએ.



    આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ ઉત્તર પ્રદેશ સ્થિત બારાબંકીનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે કેવી રીતે તેમણે કલ્યાણી નદીનો પુનઉદ્ધાર કર્યો.

    ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પાણીની વધતી માંગની સાથે આપણે તેના યોગ્ય પ્રબંધનની પર પણ ભાર આપવો પડશે. આપણે ભૂર્ગભ જળ સ્તર પણ ઓછું કરવું પડશે. તળાવ, નદીને સુરક્ષિત બનાવવા માટે કામ કરવાની શરૂઆત કરવી પડશે. અને તેને પ્લાસ્ટિકથી બચાવવું પડશે.


    ચેન્નઇ રાજભવનથી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધિત કરતા નાયડુએ કહ્યું કે નીતિ આયોગે જણાવ્યું છે કે 2030 સુધી ભારતમાં પીવાના પાણીની મોટી અછત પડશે. આ સ્થિતિ ચિંતાજનક છે. અને હવે ચાલતું રહે તે વલણ કામ નહીં કરે.

    આ પહેલા કાર્યક્રમમાં જળ શક્તિ મંત્રીએ કહ્યું કે વિવિધ પૃષ્ઠભૂમિના લોકો આ પહેલમાં જોડાઇને એક સાથે આવે. આપણા દેશમાં પાણીની અછત છે તેવું નથી પણ આપણે તેના યોગ્ય વ્યવસ્થા અને પ્રબંધની તાતી જરૂર છે.
    Published by:Chaitali Shukla
    First published: