Mission Paani: જો આપણે જળ સંરક્ષણમાં નિષ્ફળ રહીશું તો મોટી સમસ્યા ઊભી થશે- વૈંકેયા નાયડૂ

Mission Paani: જો આપણે જળ સંરક્ષણમાં નિષ્ફળ રહીશું તો મોટી સમસ્યા ઊભી થશે- વૈંકેયા નાયડૂ
જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, આપણા દેશમાં પાણીની અછત નથી, માત્ર સારા પ્રબંધનની જરૂરિયાત

જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, આપણા દેશમાં પાણીની અછત નથી, માત્ર સારા પ્રબંધનની જરૂરિયાત

  • Share this:
    Mission Paani: મિશન પાની શરૂઆતથી જ લોકોનું આંદોલન રહ્યું છે. હવે તે પાણીને બચાવવા અને સાફ-સફાઈના પ્રચારનું એક સંસ્થાગત મંચ પણ બની ગયું છે. તેનો અંતિમ ઉદ્દેશ્ય છે કે એવી સ્થિતિનું નિર્માણ કરવું જેમાં દરેક ભારતીય નાગરિકની પાસે સ્વચ્છ પાણી અને અને પૂરી સાફસફાઈ હોય. આ ઉદ્દેશ્ય ત્યારે જ પૂરો થઈ શકે છે જ્યારે દરેક વ્યક્તિ પોતાના વ્યવહારમાં થોડું પરિવર્તન લાવે. મિશન પાની (Mission Paani)ને અભિયાન બનાવવા માટે નાગરિકોને એક તક અને અવસરની જરૂરી છે, જ્યારે તેઓ આ કામ માટે પોતાનો વાયદો પૂરો કરી શકે. તેથી જળ પ્રતિજ્ઞા દિવસ (Jal Pratigya Diwas) ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    જળ પ્રતિજ્ઞા દિવસ 19 નવેમ્બરે વિશ્વ ટોઇલેટ દિવસ (World Toilet Day) પર ઉજવવામાં આવી રહ્યો છે. તે એટલા માટે કે આ દિવસે સ્વચ્છતા અને જળ સંરક્ષણને લઈને આપણે રાષ્ટ્રીય અભિયાનમાં એક સિમાચિન્હરૂપ કાર્ય પ્રારંભ થાય. જળ પ્રતિજ્ઞા દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડૂ, જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સામેલ થયા. આ કાર્યક્રમમાં મિશન પાનીના કારણની પ્રાસંગિકતા દર્શાવવામાં આવી. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે મળી દેશમાં જળ સંરક્ષણ અને સ્વચ્છતાના લક્ષ્યને મેળવવા માટે વહીવટી માળખું તૈયાર કરવામાં આવશે.



    ચેન્નઈ રાજભવનથી કાર્યક્રમને વર્ચ્યૂઅલ રીતે સંબોધિત કરતાં ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ પોતાના સંબોધનમાં કહ્યું કે, પાણીનું સંકટ છે. ભવિષ્યમાં ચાલશે વાળું વલણ કામ નથી લાગે. પાણીની વધતી માંગની સાથે તેનું યોગ્ય પ્રબંધન પર ભાર મૂકવું જોઈએ. જળ સ્તર ઉપર પણ કામ કરવું પડશે. દરેક તળાવ અને નદીને સુરક્ષિત બનાવવાનું કામ શરૂ કરવું પડશે અને તેને પ્લાસ્ટિકથી બચાવવું પડશે. ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, આ કામ માત્ર સરકારનું નથી, આપણે સામૂહિક રીતથી એક સાથે આવીને જળ સંરક્ષણ અને જળ પ્રબંધનનું કામ કરવું પડશે.

    જળ પ્રતિજ્ઞા દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે લોકો આ પહેલમાં સામેલ થવા માટે એક સાથે આવ્યા છે. આપણો દેશ એવો દેશ નથી, જેમાં પાણીની અછત છે, આપણે માત્ર યોગ્ય જળ પ્રબંધનની આવશ્યક્તા છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 19, 2020, 12:24 pm

    ટૉપ ન્યૂઝ