Home /News /national-international /Mission Paani: ઘરે-ઘરે જઈ ફ્રીમાં નળ રિપેર કરે છે 84 વર્ષના આબિદ સુરતી

Mission Paani: ઘરે-ઘરે જઈ ફ્રીમાં નળ રિપેર કરે છે 84 વર્ષના આબિદ સુરતી

ઘરે-ઘરે જઈને નળ રિપેર કરતાં 84 વર્ષના આબિદ સુરતી

આબિદ જણાવે છે કે હું ફુટપાથ પર મોટો થયો અને મેં એક ડોલ પાણી માટે લડાઈ જોઈ છે

ભારતમાં આજે ભાગ્યે જ એવું શહેર કે કસબો હશે જ્યાં પાણીની સમસ્યા નહીં હોય. વધતી ગરમી અને અવ્યવસ્થિત વસાહટે લોકોની સામે પાણીનો ગંભીર પડકાર ઊભો કરી દીધો છે. તેમ છતાંય મોટાભાગના લોકો હજુ પણ પાણીની કિંમત નથી સમજતા અને તેને એમ જ વેડફી નાખે છે. પાણી બચાવવા માટે જ્યાં મોટાભાગના લોકોમાં ઉદાસીનતા જોવા મળે છે, બીજી તરફ એક વ્યક્તિ એવા પણ છે જે 84 વર્ષની ઉંમરે પણ લોકોના ઘરે-ઘરે જઈને તેમના ટપકતા નળોને રિપેર કરે છે, જેથી ચોખ્ખું પાણી બરબાદ ન થાય.

આ વ્યક્તિનું નામ છે આબિદ સુરતી. આબિદ પેન્ટર, લેખક અને કાર્ટૂનિસ્ટ છે. આ ઉપરાંત તેમની વધુ એક ઓળખ છે, ઘરે-ઘરે જઈને એવા નળોને રિપેર કરવા જેમાંથી પાણી ટપકી રહ્યું હોય અને તે પણ એકદમ મફત.

આ પણ વાંચો, #Missionpaani: યુવાનોની મહેનત રંગ લાવી; રિપેર કરેલો ચેકડેમ પાણીથી છલોછલ

'એક ડોલ પાણી માટે લડાઈ જોઈ છે'

આબિદ જણાવે છે કે હું ફુટપાથ પર મોટો થયો અને મેં એક ડોલ પાણી માટે લડાઈ જોઈ છે. તેમનું કહેવું છે કે નાનપણથી જ પાણી ટપકવાનો અવાજ તેમને પરેશાન કરતો હતો. તેઓ કહે છે કે તે સમય મારું શરીર ખૂબ જ સંવેદનશીલ હતું. હું દરેક ટીંપાનો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકતો હતો, જેમ કે કોઈ મને હથોડો મારી રહ્યું હોય.

ઘરે-ઘરે જઈને રિપેર કર્યા નળ

આબિદ કહે છે કે, હજાર લીટર પાણી એટલે પાણીની હજાર બોટલ, જે ગટરમાં વહી જઈ રહ્યું હતું, તેના કારણે મેં એક પ્લંબર રાખ્યો, હું તમામ મિત્રોના ઘરે ગયો અને તેમના નળ રિપેર કરાવ્યા. કામ પૂરું થયા બાદ મને ઘણી ખુશી થઈ અને તનાથી મને આરામ મળ્યો. જોકે, તેમના મિત્રોને એ વાત સમજમાં ન આવી કે આબિદ આવું કેમ કરી રહ્યા છે. તેઓએ કહ્યું પણ ખરું કે તેમના નળથી થોડુંક જ પાણી વહેતું હતું, પૂરી ગંગા નહીં.

20 મિલિયન લીટર પાણી બચાવી ચૂક્યા છે

આબિદ કહે છે કે તેઓ વર્ષ 2007થી અત્યાર સુધી 20 મિલિયન લીટર પાણી બચાવી ચૂક્યા છે. તેની સાથે જ બીજાને પ્રેરણા આપતા તેઓ કહે છે કે જો 84 વર્ષની ઉંમરમાં તેઓ આ કામ કરી શકે છે તો બીજા પણ તેને કરી શકે છે.

આ પણ વાંચો, ખેડૂતો તમિલનાડુને દુષ્કાળથી બચાવી શકે છે : સદગુરુ, ઇશા ફાઉન્ડેશન
First published:

Tags: Conservation, Mission Paani, Mission pani, MissionPaani, Water Crisis, પાણી, ભારત