પાછલા વર્ષમાં કોરોના વાયરસના રોગચાળા વચ્ચે સ્વચ્છતાનું મહત્ત્વ, જેમ કે પાણી જેવા મહામુલા કુદરતી સંસાધનોનો સંચન કરવો એ સમયની જરૂરિયાત છે. દેશમાં ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં પીવાના પાણીની પણ અછત છે. આ પ્રકારનો એક પ્રદેશ, જેને જળસંચયના ગંભીર પ્રયાસોની જરૂર છે તે છે રાજસ્થાન. ઉત્તર પ્રદેશમાં જન્મેલા અને ઉછરેલા અમલા રુઈઆને જ્યારે 1998માં રાજસ્થાનના ભયંકર દુષ્કાળની ભયાનક તસવીરો જોવા મળી ત્યારે તેમને આ ગંભીર બાબતનો અહેસાસ થયો હતો.
તેમણે આ વિષય પર કાયમી સમાધાન આવે એવા રસ્તાઓ શોધીને પાણીની અછતનું નક્કર સમાધાન શોધવાની પ્રેરણા આપી. આખરે તેમણે આકાર ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી જે હવે દુકાળગ્રસ્ત ગામોમાં પાણી બચાવવા ચેકડેમ સ્થાપવા માટે કામ કરે છે. ટ્રસ્ટે વર્ષ 2000 થી 2005 દરમિયાન 200 પીવાના પાણીના કુંડ, પરંપરાગત પાણી એકત્રિત કરવા માટેના વિસ્તારો બનાવ્યા છે. આ કુંડ હવે દૂરસ્થ વિસ્તારોમાં દર વર્ષે વરસાદમાંથી કુલ એક કરોડ લિટર શુદ્ધ કુદરતી પીવાનું પાણી એકત્રિત કરે છે જ્યાં સરકાર દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવતી નથી.આકાર ચેરીટેબલ ટ્રસ્ટનું કહેવું છે. આ વિસ્તારોના ગ્રામજનોએ કુલ બાંધકામ ખર્ચમાં 25 ટકા ફાળો આપ્યો છે.
અમલાના ટ્રસ્ટે રાજસ્થાનમાં વર્ષ 2006 થી 2018 સુધીમાં 317 ચેકડેમ પણ બનાવ્યા જેનો સીધો લાભ 182 ગામોને મળ્યો છે. અમલાના જણાવ્યા મુજબ આ ગામોએ તેમની જીવનશૈલીમાં ઉત્થાનનો અનુભવ કર્યો છે અને તેમને ગરીબી રેખામાંથી બહાર પણ લાવ્યા છે. આવા ચેકડેમો દ્વારા પાણીની ઉપલબ્ધતાથી કુલ 4,82,900 લોકોએ સીધો અને આડકતરી રીતે લાભ મેળવ્યો છે.
આ પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે, પ્રાયોજકો દ્વારા 11 કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવ્યા હતા જ્યારે ગ્રામજનો દ્વારા 4.7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ચેકડેમથી ઘણી સ્ત્રીઓને પીવાનું પાણી મેળવવા માટે સેકડો કિલોમીટરો ચાલવામાં રાહત થઈ છે. આ પ્રોજેક્ટે ગામોની અર્થવ્યવસ્થામાં પણ સિંહ ફાળો આપ્યો છે તેવા વિસ્તારોમાં ખેતી અને પશુપાલન પ્રવૃત્તિઓમાં પણ વધારો થયો છે. આકાર ચેરીટેબલ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ હવે ગ્રામજનો વાર્ષિક 500 કરોડ રૂપિયાની આવક મેળવી રહ્યા છે. આ માળખાના જાળવણીમાં ગ્રામજનોએ ફાળો આપ્યો છે જેણે તેમને કપરા સમયમાંથી બહાર લાવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર