નવી દિલ્હી: પાણીની કટોકટી હોવાની સાબિતી માટે અનેક તથ્યો અને આંકડાઓ છે. વર્ષોથી આપણે આ વસ્તુ જોતા આવ્યા છીએ. ક્યારેક કુદરતી આપદાને કારણે આવું થતું આવે છે. આ ખૂબ મોટા પ્રમાણમાં છે. મોટાભાગના પાણી સ્ત્રોતો ખાલી થઈ રહ્યા છે. આ ખરેખર ખતરાની ઘંટી છે.
માળખાકીય અપૂર્ણતાને કારણે નાનાં નાનાં ભાગોમાં પાણીની કટોકટી સર્જાતી હોય છે. આ જ કારણ છે કે પાણીનો વિપુલ જથ્થો ધરાવતા હોય તેવા વિસ્તારોમાં પણ મુશ્કેલીથી પાણી મળી રહે છે. પાણી મામલે યોગ્ય આયોજન અને વ્યવસ્થા કરવા અંગે પણ ઉદાસીનતા જોવા મળી રહી છે.
ભારે હવામાનના વધતા જતા દાખલાઓને ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર માનવામાં આવે છે. આ ઇકોલોજિક અસંતુલનનો પણ સંકેત આપે છે. પાણીના કુદરતી પ્રવાહમાં વિઘ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. આના કારણે કુદરતી જળ ચક્ર વિક્ષેપિત થાય છે. આ જ કારણે ભૂગર્ભ જળનો સ્ત્રોત ઓછો થઈ રહ્યો છે. દુષ્કાળન પડી રહ્યા છે. આ સમયે વરસાદ ઓછો પડે છે ત્યારે ખૂબ ગંભીર સ્થિતિ ઊભી થાય છે.
ભારતની મોટાભાગની વસ્તી ગરીબીમાં અટવાયેલા રહેવા માટે હવામાનના જોખમો અને પાણીની અસલામતી મોટું પરિબળ રહ્યું છે. જેઓ પાણીની શોધ અને સંગ્રહ કરવા માટે તેમના દિવસનો મોટાભાગનો સમય વ્યતિત કરે છે. એકવાર તેઓને પાણી મળી જાય છે તો પણ પાણીની નબળી ગુણવત્તાને કારણે તેઓ રોગ અને કુપોષણનો શિકાર બને છે. તેમનું નબળું આરોગ્ય અને સ્વચ્છતા આસપાસના જળ સંસાધનોને વધુ દૂષિત કરે છે.
ભારતના લોકો માટે આ ચેતવણીના સંકેતોને ઓળખવાનો અને સૌથી સંવેદનશીલ મુદ્દા એવા જળ સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે યોગ્ય પગલાં લેવાનો સમય છે. આ સંકેતો તરફ ધ્યાન આપવું એ સૌથી વધુ અસરગ્રસ્ત લોકોના જીવન બચાવવા માટેનું પ્રથમ ફળદાયી પગલું હશે.
મિશન પાની, સીએનએન ન્યૂઝ 18 અને હાર્પિક ઇન્ડિયાની પહેલ છે. જેના થકી પાણીની અછત અને સ્વચ્છતાના મુદ્દાના ઉકેલ અંગે કામ કરવામાં આવી રહ્યું છે, જેથી દરેક ભારતીય નાગરિકને આ બંને મળી રહે. આ સીમા ચિહ્નરૂપ પરિવર્તનનો ભાગ બનો અને પાણી બચાવવા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા જલ પ્રતિજ્ઞા લો. મુલાકાત કરો
www.news18.com/mission-paani