Home /News /national-international /

Mission Paaniની આજથી શરૂઆત : News 18ની પહેલમાં નીતિન ગડકરી, અમિતાભ જોડાશે

Mission Paaniની આજથી શરૂઆત : News 18ની પહેલમાં નીતિન ગડકરી, અમિતાભ જોડાશે

'મિશન પાની'નો લોગો

ધ હાર્પિક - News18 મિશન પાનીના આ કાર્યક્રમ દરમિયાન ભારતની વર્તમાન પાણીની સમસ્યા પર ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવશે.

    ન્યૂઝ18 ગુજરાતી : ભારત સૌથી ગંભીર પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં NITI આયોગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 2020 સુધી દેશના 21 શહેરમાં ભૂગર્ભ પાણીનો સ્ત્રોત ખૂટી જશે.

    ભારતની આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને હાર્પિક અને ન્યૂઝ18 તરફથી 27મી ઓગસ્ટે બપોરના 2થી 3 વાગ્યા દરમિયાન "મિશન પાની" અભ્યાન શરૂ કરવામાં આવશે.

    નેટવર્ક 18ના ડેપ્યૂટી એક્ઝિક્યુટિવ એડિટર આનંદ નરસિમ્હા આ કાર્યક્રમનું હોસ્ટિંગ કરશે. ન્યૂઝ18 અને હાર્પિકના "મિશન પાની" અભિયાનના લોન્ચિંગ કાર્યક્રમમાં નીચેની જાણીતી હસ્તીઓ હાજરી આપશે.

    - અમિતાભ બચ્ચન, મિશન પાની અભિયાન, બ્રાન્ડ એમ્બેસેડર.
    - નરસિમ્હા એસ્વર, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર, આરબી હાઇજીન એન્ડ હોમ, સાઉથ એશિયા, આરબી
    - નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી, રોડ અને પરિવહન મંત્રાલય.
    - ગજેન્દ્ર સિંહ સેખાવત, જલ શક્તિ મંત્રી.
    - દેવેન્દ્ર ફડણવિસ, મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર.
    - સદગુરુ જગ્ગી વાસુદેવ, સ્થાપક, રેલી ફોર રિવર

    ધ હાર્પિક - News18 મિશન પાનીના આ કાર્યક્રમ દરમિયાન ભારતની વર્તમાન પાણીની સમસ્યા પર ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમમાં ભાગ લેનાર હસ્તીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

    ભારતમાં ચાલી રહેલી પાણીની ગંભીર સમસ્યા અંગે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને આ અભિયાનને પોતાનું સમર્થન આપ્યું છે.

    નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ભારતની 40 ટકા વસતીને વર્ષ 2030 સુધી પીવાનું પાણી નહીં મળે. રિપોર્ટ પ્રમાણે પાણીનો સારો સ્ત્રોત હોવા છતાં ચેન્નાઈમાં ત્રણ નદી, પાંચ વેટલેન્ડ, છ જંગલો અને ચાર જળાશયો સુકાઈ ગયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Mission Paani, Network 18, Nitin Gadkari, અમિતાભ બચ્ચન, ન્યૂઝ18

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन