Mission Paani : અમિતાભ બચ્ચને કહ્યુ- 'પાણી બચાવવું સરકારની જ નહીં, દરેક વ્યક્તિની ફરજ'

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને કહ્યુ કે, "જલ હૈ તો કલ હૈ. જરા વિચારો, પાણી જ ખતમ થઈ જાય તો શું થાય? આ વિચારીને જ ડર લાગે છે. પાણીને બચાવવું એ કોઈ સરકાર કે સંસ્થા નહીં જ નહીં પરંતુ તમામ લોકોની જવાબદારી છે."

News18 Gujarati
Updated: August 27, 2019, 3:58 PM IST
Mission Paani : અમિતાભ બચ્ચને કહ્યુ- 'પાણી બચાવવું સરકારની જ નહીં, દરેક વ્યક્તિની ફરજ'
મિશન પાની
News18 Gujarati
Updated: August 27, 2019, 3:58 PM IST
જળ સંકટને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અને પાણી બચાવવા માટે પ્રેરણા આપવા માટે News18ની પહેલ મિશન પાની (#Missionpaani)ની શરૂઆત થઈ છે. 'મિશન પાની'ને તેના કેમ્પેઇન એમ્બેસેડર અમિતાભ બચ્ચને લોંચ કરી હતી. તેમણે News18ની પહેલને ઐતિહાસિક ગણાવી હતી અને લોકોને પાણી બચાવવા માટે અપીલ કરી હતી.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને કહ્યુ કે, "જલ હૈ તો કલ હૈ. જરા વિચારો, પાણી જ ખતમ થઈ જાય તો શું થાય? આ વિચારીને જ ડર લાગે છે. પાણીને બચાવવું એ કોઈ સરકાર કે સંસ્થા જ નહીં પરંતુ તમામ લોકોની જવાબદારી છે. દરેક વ્યક્તિએ આ પહેલમાં પોતાનું યોગદાન આપવું જોઈએ."

અમિતાભ બચ્ચને કહ્યુ કે આ પ્રકારની ઝૂંબેશથી આખા દેશમાં સારો સંદેશ જાય છે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાંથી પોલીયોને નાબૂદ કરતા આઠ વર્ષ લાગ્યા હતા. આ સરળ કામ ન હતું. હવે આપણે પાણીની પહેલ સાથે જોડાયા છીએ. આ પહેલમાં પણ સફળ થઈશું.

બિગ બીએ પાણીને બચાવવા માટે અમુક રીત પણ જણાવી હતી. તેમણે કહ્યુ કે જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી આપણે બાથરૂમમાં ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. શાવરને બદલે ડોલથી પાણી લઈને સ્નાન કરવાથી પાણીના બગાડને રોકી શકાય છે.

'મિશન પાની'ના એમ્બેસેડર અમિતાભ બચ્ચને લોકોને પાણીનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યુ, 'દરેક વ્યક્તિ વર્ષમાં આશરે 140 ડોલ પાણીનો ઉપયોગ કરે છે. આને ઓછો કરવાની જરૂર છે. કારણ કે જળ છે તો જીવન છે.'

અત્યાર સુધીના સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે ભારત

નોંધનીય છે કે ભારત હાલમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં આશરે 60 કરોડ લોકો પીવાના પાણીની સમસ્યા સામે લડી રહ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે આશરે બે લાખ લોકો સ્વચ્છ પાણી ન મળવાને કારણે દર વર્ષે જીવ ગુમાવે છે.
First published: August 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...