Chandrayaan 2: 'વિક્રમ'ને ફરી સક્રિય કરવા શું ઇસરો NASAની મદદ લેશે?

News18 Gujarati
Updated: September 10, 2019, 10:07 AM IST
Chandrayaan 2: 'વિક્રમ'ને ફરી સક્રિય કરવા શું ઇસરો NASAની મદદ લેશે?
પ્રતીકાત્મક તસવીર

નાસાનું લૂનર રીકોનિર્સેસ ઓર્બિટર ચંદ્રની વધુ નજીક ચક્કર લગાવી રહ્યું છે, તેનાથી વધુ સારો ડેટા મળી શકે છે

  • Share this:
ભારતના મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2 (Chandrayaan-2)ને લઈને હજુ બધું ખતમ નથી થયું. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ (Lander Vikram) સાથે સંપર્ક સાધવાના પ્રયાસ સતત ચાલુ છે. ઇસરો (ISRO) મુજબ, વિક્રમનું ચંદ્રની સપાટી પર ત્રાંસુ હાર્ડ લેન્ડિંગ થયું છે. તેમ છતાંય તે સહી-સલામત છે. લેન્ડર વિક્રમ એક બાજુ ઝૂકેલું છે. ઇસરોની પાસે વિક્રમને ફરી સંપર્ક સાધવા માટે માત્ર 11 દિવસ બચ્યા છે. એવામાં ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવા માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA)ની મદદ લેવા વિશે વિચાર કરી રહ્યું છે, કારણ કે નાસાનું એક મિશન લૂનર રીકોનિર્સેસ ઓર્બિટર (Lunar Reconnaissance Orbiter) એટલે કે LRO ચંદ્રયાન-2ના મુકાબલે ચંદ્રની વધુ નજીક ચક્કર લગાવી રહ્યું છે. તેનાથી વધુ સારા ડેટા મળી શકે છે.

મૂળે, નાસાના Lunar Reconnaissance Orbiterથી ચંદ્રની 3ડી તસવીરો લેવામાં આવી છે. આ તસવીરોમાં ચંદ્ર પર થયેલા ફેરફારોની તસવીરો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જો ઇસરો નાસાના આ ઓર્બિટરથી ડેટાનો ઉપયોગ કરે છે, તો વિક્રમની હાલની સ્થિતિ જાણી શકાય છે. આમ તો, ઇસરો આ પહેલા પણ LROના ડેટાનો આંશિક રૂપે ઉપયોથ લેન્ડિંગ સ્પોટ કરવા માટે કરી ચૂક્યું છે. ઇસરો હાલ ઓર્બિટરથી સચોટ ડેટા મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારબાદ જ કોઈ નિર્ણય લઈ શકાય છે.

વિક્રમ સાથે સંપર્ક કરવામાં કેટલો સમય બચ્યો છે?

મૂળે, ચંદ્ર પર હાલમાં લૂનર ડે ચાલી રહ્યો છે. તે પૃથ્વીના 14 દિવસ જેટલો હોય છે. આ 14 દિવસોમાંથી 3 દિવસ પૂરા થઈ ગયા છે. લૂનર ડે બાદ ચંદ્ર પર રાત થઈ જશે. એવું થતાં ઇસરોને કોઈ પણ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. એવામાં ઇસરોને વહેલી તકે વિક્રમને ગ્રાઉન્ડ સ્ટેશન સાથે કનેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે. નહીં તો મિશન ચંદ્રયાન અધૂરું રહી શકે છે.

આ પણ વાંચો, ચંદ્ર પર સલામત છે લેન્ડર વિક્રમ, સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ

ઇસરોના એક વૈજ્ઞાનિક નામ ન પ્રકાશિત કરવાની શરતે જણાવ્યું કે, શનિવારે અમને લેન્ડર વિક્રમના લોકેશન વિશે માહિતી મળી હતી. ઓર્બિટરે પહેલી તસવીર મોકલી. આ તસવીરમ્ં) વિક્રમ પોતાના થ્રસ્ટર્સ પર ઊભેલું જોવા મળ્યું, પરંતુ તે એક તરફ ઝૂકેલું છે. એવામાં લેન્ડર સાથે ફરી સંપર્ક સાધવાની બહુ ઓછી આશા છે. પરંતુ, તેનો અર્થ એવો બિલકુલ નથી કે અમે પ્રયાસો નથી કરી રહ્યા. જ્યારે-જ્યારે ઓર્બિટર તેની ઉપરથી પસાર થઈ રહ્યું છે, અમે લેન્ડર સાથે સંપર્ક કરવાના તમામ પ્રયાસ કરી રહ્યા છીએ.લેન્ડર વિક્રમ કેવી રીતે ફરીથી બેઠું થઈ શકશે?

લેન્ડર વિક્રમના નીચેની તરફ 5 થ્રસ્ટર લાગેલા છે, જેના દ્વારા તેને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. લેન્ડરના ચારે તરફ પણ થ્રસ્ટર્સ લાગેલા છે. તેને સ્પેસમાં યાત્રા દરમિયાન દિશા નિર્ધારિત કરવા માટે ઓન કરવામાં આવે છે. લેન્ડરનો જે હિસ્સો ઝૂકી ગયો છે, તે હિસ્સામાં આ થ્રસ્ટર્સ પણ છે. જો ઓર્બિટરના માધ્યમથી દબાયેલો આ હિસ્સા (એન્ટિના)એ પૃથ્વીથી મોકલવામાં આવેલા કમાન્ડને રિસીવ કરી લીધા, તો વિક્રમ ફરી એકવાર બેઠું થઈ શકે છે. એવામાં ઈસરોનું મૂન મિશન ફરી શરૂ થઈ જશે, જે હાલ અટકેલું છે.

ઇસરો હાલમાં તસવીરો મળવા અને ડેટા મળવાની રાહ જોઈ રહ્યું છે. હાલ વિક્રમ પર સૂરજના કિરણો ઠીક રીતે નથી આવી રહ્યા. એવામાં વૈજ્ઞાનિક તેની પર સૂરજના કિરણો પડવાની રાહ જોઈ રહ્યા છે. જેથી સૂરજના કિરણ પડવાથી તેના પ્રકાશમાં એ જોઈ શકાય કે વિક્રમને કેટલું નુકસાન થયું છે. તેમાં આગામી બેથી ત્રણ દિવસ વધુ લાગી શકે છે. કારણ કે તે ચંદ્રના ઓર્બિટ પર નિર્ભર કરે છે.

લેન્ડરની અંદર જ છે રોવર પ્રજ્ઞાન

ઇસરો તરફથી જણાવવામાં આવ્યું કે, રોવર પ્રજ્ઞાન હજુ પણ લેન્ડરની અંદર છે આ વાત ચંદ્રયાન-2ના ઓનબોર્ડ કેમરાથી ખેંચવામાં આવેલી લેન્ડરની તસવીરને જોઈ જાણી શકાય છે. સાથોસાથ ઇસરોએ એમ પણ જણાવ્યું છે કે ચંદ્રયાન-2નું ઓર્બિટર સમગ્રપણે સુરક્ષિત છે અને સારી રીતે કામ કરી રહ્યું છે. તે સતત ચંદ્રના ચક્કર મારી રહ્યું છે.

નોંધનીય છે કે, ઇસરોએ 22 જુલાઈએ ચંદ્રયાન-2નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યુ હતું. ચંદ્રયાન-2ના ત્રણ હિસ્સા છે. ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન. ઓર્બિટર હાલ પોતાનું કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો, સાવધાન! ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમની વાયરલ તસવીર Fake છે
First published: September 10, 2019, 9:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading