Home /News /national-international /

મિશન 2019! લોકસભા ચૂંટણી માટે જીતવા માટે ભાજપે બનાવ્યા 6 પ્લાન

મિશન 2019! લોકસભા ચૂંટણી માટે જીતવા માટે ભાજપે બનાવ્યા 6 પ્લાન

નરેન્દ્ર મોદી અને અમિત શાહ, ફાઈલ ફોટો

મહાગઠબંધનને પછાડી લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે ભાજપ તમામ પ્રયાસ અજમાવશે

  ન્યૂઝ18 ગુજરાતી: ભાજપ માટે 2019 લોકસભા ચૂંટણી કરો-યા-મરો જેવી છે. સંસદનું શિયાળુ સત્ર પૂરું થતાની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપનું હાલમાં જ સંપન્ન થયેલા કાર્યકર્તા સંમેલનમાં સંભવિત રણનીતિ પર ચર્ચા થઈ. પાર્ટીના સૂત્રો મુજબ, ભાજપમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને થયેલી ચર્ચામાં સામાન્ય સહમતિ સધાતી જોવા મળી રહી છે. જનસત્તામાં પ્રકાશિત અહેવાલ મુજબ, મિશન 2019ને પાર પાડવા માટે ભાજપ હાઇકમાન્ડ 6 પ્લાન પર કામ કરી રહી છે.

  મોદીના જ આશરે ભાજપ
  2014 લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ નરેન્દ્ર મોદીના ચહેરાને રજૂ કરી મતદાતાઓ પાસેથી ભાજપ વોટ માંગશે. ભાજપને આશા છે કે 2014ની જેમ 2019માં મોદી જ તેમને જીત અપાવી શકશે.

  ભ્રષ્ટાચાર મુક્ત સરકાર
  ભાજપનો દાવો છે કે છેલ્લા 5 વર્ષના તેમના રાજમાં કોઈ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા નથી. આ જ વાતને ભાજપ ચૂંટણી પ્રચારમાં મોટાપાયે લઈ જવા માંગે છે. કોંગ્રેસ ભલે રાફેલ, નીરવ મોદી અને વિજય માલ્‍યા જેવા મુદ્દો ઉછાળી ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી હોય છતાંય ભાજપ પોતાની સ્પષ્ટ છબી ધરાવતી અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર હોવાનો દાવો રજૂ કરી લોકો પાસેથી વોટ માંગશે.

  કડક નિર્ણયો લેનારી સરકાર
  દેશહિત માટે કડક નિર્ણય લેનારી મોદી સરકાર છે એવી દલિલ લઈને ભાજપ ચૂંટણી પ્રચાર કરશે. મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા નોટબંધી, જીએસટી, સર્જિકલ સ્ટ્રાઇક કે પછી સવર્ણોને 10 ટકા અનામત જેવા કડક નિર્ણયોને ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાશે.

  ગરીબોની સરકાર
  આમ તો મોદી સરકાર પર આરોપ લાગતા રહ્યા છે કે તેઓ અમીરોની સરકાર છે. પરંતુ ભાજપ પોતે ગરીબોની સરકાર છે એવું સાબિત કરવાના તર્ક છે. 5 વર્ષમાં ગરીબોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવેલી યોજનાઓ જેમ કે ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત, સૌભાગ્ય, સ્વચ્છ ગુજરાત, જન-ધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાને પોતાના પ્રચારમાં બહોળો ઉપયોગ ભાજપ કરશે.

  આ પણ વાંચો, ખડગેએ PM મોદીને લખ્યો પત્ર, કહ્યું- આલોક વર્મા અંગેનો CVC રિપોર્ટ જાહેર કરો

  મહાગઠબંધન પર વાર
  મોદી સરકાર માટે સૌથી મોટો પડકાર છે મહાગઠબંધન. મહાગઠબંધન પર વાર કરવાની ભાજપ કોઈ એક તક નહીં છોડે. ભાજપે મહાગઠબંધનને મજબૂરીનું ગઠબંધન તરીકે પ્રચારિત કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મહાગઠબંધનથી દેશની મળનારી કથિત મજબૂર સરકારને લઈને પણ જનતાને ચેતવી શકે છે.

  ચૂંટણી સ્લોગન
  ચૂંટણી દરમિયાન સ્લોગન કે નારાઓનું ખૂબ જ મહત્વ હોય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા આપવામાં આવેલું અબ કી બાર મોદી સરકારની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. તેને જોતા આ વર્ષે પણ ભાજપ એવા જ કોઈ લોકપ્રિય સ્લોગનની સાથે ચૂંટણી પ્રચારમાં ઉતરશે.

  આ પણ વાંચો, બર્થડે પર માયાવતીએ કહ્યું- 'આ ચૂંટણીમાં કોંગ્રેસ એન્ડ કંપનીને પાઠ ભણાવીશું'
  First published:

  Tags: Lok Sabha elections, Mission 2019, અમિત શાહ, નરેન્દ્ર મોદી, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन