મિશન 2019 : દિલ્હી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફાઈનલ !

મિશન 2019 : દિલ્હી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફાઈનલ !

 • Share this:
  આમ આદમી પાર્ટીએ 2019ની લોકસભાની ચૂંટણી માટે પૂરી તૈયારી કરી લીધી છે. દૈનિક ભાસ્કર અનુસાર, અરવિંદ કેજરીવાલે આવનાર લોકસભા ઈલેકશન માટે પોતાના ઉમેદવારોના નામે નક્કી કરી લીધી છે. દિલ્હીની સાત સીટોમાંથી ત્રણ પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે.

  અત્યાર સુધી આવેલ સમાચાર અનુસાર, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂર્વ સલાહકાર આતિશી મર્લિના પૂર્વ દિલ્હીથી લોકસભા ઈલેક્શન લડશે. નવી દિલ્હીથી પાર્ટીની પ્રવક્ત રાઘવ ચડ્ઢા અને ઉત્તર પૂર્વ દિલ્હીથી પાર્ટીની પ્રવક્ત દિલીપ પાંડે ઈલેક્શન લડશે. આ ત્રણેયના નામ પર સંમતિ મળી ગઈ છે. દિલ્હીમાં સાત સીટો છે. બાકી ચાર સીટોમાં ચાંદની ચૌક, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ અને પશ્ચિમ સીટો પર ઉમેદવારોની નામ પર વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે.  આમ તે પણ માનવામાં આવી રહ્યું છે કે, ચાંદની ચૌકથી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પંકજ ગુપ્તા અને ઉત્તર-પશ્ચિમથી ગુગ્ગન સિંહના નામ પર ચર્ચા ચાલી રહી છે. સિંહ હાલમાં જ બીજેપીમાંથી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. મંગોલપુરીથી ધારાસભ્ય રાખી બિલ્ડાનના નામ સાથે વધુ એક નામ પર ચર્ચા ચાલી રહી છે. તુગલકાબાદના ધારાસભ્ય સહી રામ પહેલવાનના નામને લઈને ચર્ચા થઈ રહી છે.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ